ઐતિહાસિક ઓસમ પર્વત પર માત્રી માતાજીના સાંનિધ્યમાં યોજાશે ત્રણ દિવસનો મેળો
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્વત પર બિરાજમાન માત્રી માતાજીનાં સાંનિધ્યમાં દર વર્ષની માફક આ વર્ષ પણ પ્રાચીન, અર્વાચીન અને આધ્યાત્મિક એમ ત્રિવેણી સંગમ સમાન ભાતીગળ લોકમેળાનું આયોજન
મહાભારતના સમયકાળ દરમ્યાન માત્રી માતાજી છત્રેશ્રવરી માતાજીનાં નામથી પ્રચલીત હતા, અને આ -પર્વતની શિલાઓ સિદ્ધિ સપાટ અને માખણ જેવી લીસ્સી હોવાથી તે સમયમાં માખણીયા પર્વત થી ઓળખવામાં આવતો. આ પર્વતનું વિહંગાવલોકન કરતાં તે 3ૐ (ઓમ) આકારનો દ્રશ્યમાન થાય છે. તથી ઓમ+સમ = ઓસમનાં નામથી ઓળખાય છે. અત્રીમુની તથા અનસુયા માતાએ માત્રી માતાજીનું જપ, તપ તથા આરાધનાં આ પર્વત પર કરેલ હતી. તેની આરાઘનાનાં ફળ સ્વરૂૂપે અત્રી મુનીનાં નામથી માતાજીનું નામ પ્રચલિત બન્યુ મા+અત્રી = માત્રી જે નામ હાલમાં જગવિખ્યાત છે. પાટણવાવ ગામમાં પણ માત્રી માતાજીનો મઢ (જગ્યા) આવેલ છે, માત્રી માતાજીની જગ્યાનાં ગાદીપતી વંશ -પરંપરાગત ફક્કડની છે એટલે કે આ જગ્યાનાં ગાદીપતીએ આજીવન બહ્મચર્યનું પાલન કરવું. રાજાશાહીનાં સમયમાં ગોંડલનરેશ ઠાકોર રવાજી મેરુએ આ જગ્યાનાં નિભાવ તથા દિવેલ માટે દશ સાતીની જમીન અર્પણ કરેલ હતી. હાલમાં આ જગ્યાનાં ગાદીપતી તરીકે બ્રહ્મલીન મહંત રમેશપુરીજી ગુરૂૂ અમૃતપુરીજીના શિષ્ય મહંત જયવંતપુરી ગુરૂૂ રમેશપુરીજી છે. જેઓ નિખાલસ મન, પવિત્ર જીવન તથા આદર્શ સંત જેવું જીવન વ્યતિત કરે છે. અને તેઓ વંશ પરંપરાગત રીતે આ જગ્યાનાં વીસમી પેઢીનાં મહંત છે. માત્રી માતાજી મંદિરે માત્રી માતાજીની મંગલા પ્રાત:આરતી સવારે 6:00 થી 6:30 તથા સંધ્યા આરતી 6:30 થી 17:30 ના દિવ્ય દર્શન થશે.
આ પર્વત પર માત્રી માતાજીનાં સાનિધ્યમાં દર વર્ષે મેળો ભરવામાં આવે છે. માત્રી માતાજીના મંદિરે સુંદર મજાની અન્નક્ષેત્રની વ્યવસ્થા રાખેલ છે તેમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિના વાછાણી પરિવાર છેલ્લા 45 વર્ષથી અન્નક્ષેત્રમાં સેવા આપે છે અને અમાસના દિવસે માત્રી માતાજીને ધ્વજા અપર્ણ કરશે તથા એકમના દિવસે આ પરિવાર દવારા માત્રી માતાજીના સાનિધ્યમાં યજ્ઞ કરવામાં આવશે તેમજ ધંધુસર ગામના સેવકો જે મહેર જ્ઞાતિના છે તેમના તરફથી પ્રસાદમાં (ચા-પાણી) માટે દુધ તથા છાસની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તળેટીથી મંદિરે જવાના રસ્તા પર ઘણા સમયથી સતવારા (કટેશીયા) જ્ઞાતિ તરફથી જલપાનની સુંદર સેવા આપવામાં આવે છે.
આ વર્ષે પણ ભાદરવી અમાસ, એકમ અને બીજ તા. 03-09-2024 થી તા. 05-9-2024 મંગળવાર, બુધવાર અને ગુરૂૂવાર એમ ત્રણ દિવસ સુધી મેળાનું આયોજન કલેકટર રાજકોટના તાબા હેઠળ લોક મેળા કમીટી પાટણવાવ દ્વારા કરવામાં આવેલ છે. મેળા દરમ્યાન ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનાં મંદિરે અતિ પ્રાચીન લોકમેળામાં જેની ગણના થાય તેવા આ મેળામાં ઓસમની તળેટીમાં શ્રી પાટણવાવ લોક મેળા સમિતિ દ્રારા સુંદર તથા સુવ્યવસ્થિત આયોજન કરી ફજેત ફાળકાઓ ચકરડી તથા વિવિધ પ્રકારના ખાણીપીણીનાં તથા મનોરંજનનાં સ્ટોલો ગોઠવવામાં આવશે. સ્થાનીક પોલીસ સ્ટેશન દ્વારા કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.