નારણકા ગામે કારખાનામાં માલ સામાનન વાહનના ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને કચડી માર્યો
કોટડા સાંગાણીનાં નારણકા ગામે ઓર્બીસ નામનાં કારખાનામા માલ સામાન ફેરવવાનાં વાહનનાં ચાલકે ત્યા કારખાનામા રમતા સાડા ત્રણ વર્ષનાં બાળકને કચડી મારતા ચાલક વિરુધ્ધ મૃતકનાં પિતાએ ફરીયાદ નોંધાવી છે. આ ઘટના મામલે આરોપીને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.
મુળ મધ્યપ્રદેશનાં જાંબવા જીલ્લાનાં વતની અને હાલ ઘણા સમયથી રાજકોટ જીલ્લાનાં કોટડા સાંગાણી પાસે આવેલા નારણકા ગામે ઓર્બીસ કારખાનામા મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા રવીન્દ્રભાઇ બાલુભાઇ મોહનીયા (ઉ.વ. ર8 ) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમને સંતાનમા 3 દીકરા છે . જેમા મોટાનુ નામ મહેન્દ્ર તેના પછી મીઠુ તે સાડા ત્રણ વર્ષનો છે અને ત્યારબાદ સૌથી નાનો ગોવીંદ છે ગઇ તા. 6-11 નાં રોજ બપોરનાં સમયે રવીન્દ્ર ઓર્બીસ કારખાનામા હતો અને બાળકોને સેગરીકેશન એરીયામા રમાડતો હતો અને ત્યા નજીકમા તેમની પત્ની મજુરીકામ કરતી હતી . તેમજ દીકરો મીઠુ રમતા રમતા કારખાનાની અંદર આવી પહોચ્યા હતો . ત્યારે બેલા ઉપાડવાનો મશીનનાં ચાલક દ્વારા અચાનક સાડા ત્રણ વર્ષનો મીઠુ અથડાતા તે નીચે પટકાયો હતો અને વાહન નીચે આવી જતા તેમને માથે , છાતીનાં ભાગે અને કમરનાં ભાગે ગંભીર ઇજા થવાથી તેમનુ કંપનીની ગાડીમા સ્ટાફ દ્વારા રાજકોટની અમૃતમ હોસ્પીટલમા સારવાર માટે લઇ જવામા આવ્યો હતો.
જયા આ બાળકને ફરજ તબીબોએ જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો . ત્યારબાદ કોટડા સાંગાણી ખાતે મૃતદેહને લાવી પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતુ અને લાશની અંતિમ વીધી કરી હતી . આ ઘટનામા માલ વાહક વાહનનાં ચાલકે અકસ્માત સર્જી પુત્ર મીઠુનુ મૃત્યુ નીપજાવતા તેમની સામે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ સી. બી. ગોસ્વામીએ તપાસ શરુ કરી છે.