સિવિલ હોસ્પિટલના તબીબની બાઇક સાથે અકસ્માત સર્જી લુખ્ખાએ 3200ની રોકડ પડાવી
નુકસાનીના પૈસા માંગી છરી બતાવી તબીબને ડરાવ્યો, આરોપી સાથે એક યુવતી પણ સામેલ હોવાની શંકા
જામનગર રોડ પર રૂૂડા બિલ્ડીંગ પાસે મેડીકલ બોયઝ હોસ્ટેલમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં સ્થિત મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ઈન્ટર્ન તબીબ તરીકે અભ્યાસ કરતાં દિપ નરસિંહભાઈ પાડોર (ઉ.વ.23) ના બાઈક સાથે બાઈક અથડાવી આશરે 25થી 30 વર્ષીય અજાણ્યા સ્કૂટર ચાલકે નુકશાનીના બહાને છરી બતાવી પરાણે રૂૂા 3200 પડાવી લીધાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
દિપે પોલીસને જણાવ્યું કે, ગઈકાલે સાંજે તે સ્કુટર લઈ યાજ્ઞિક રોડ પર કામ સબબ ગયા બાદ ત્યાંથી પરત સિવિલ હોસ્પિટલે જઈ રહ્યો હતો ત્યારે સીવીલના ગેઈટ પાસે પાછળથી આરોપીએ તેનુ સ્કુટર ઈરાદા પૂર્વક અથડાવી આગળ ઉભુ રહેવાનું જણાવ્યું હતું. જેથી તે સિવિલના ગીટની અંદર ઉભો રહેતાં આરોપીએ તેનું સ્કુટર આડુ ઉભુ રાખી મારા સ્કુટરમાં નુકશાની થઈ છે. કહી ધમકી ભર્યા શબ્દોમાં તુ મને ઓળખે છે પુછતા તેને ના પાડતા આરોપીએ મરી પાસે જે સ્કુટર છે તે હું ભાડે લાવ્યો છું,તેમાં નુકશાની થઈ છે. તે કોણ ભરશે કહી નુકશાનીના બહાને રૂૂા.3200 આપવાનું કહ્યું હતું.
આરોપીએ ના પાડી મારો કોઈ વાંક ન હતો કહેતાં આરોપીએ છરી કાઢી ખર્ચના રૂૂપીયા આપી દે નહીતર છરી પેટમાં મારીને ફેફડા બહાર કાઢી નાખીશ. કહી ધમકી આપી હતી. આથી તે ડરી જતા પરિવારજનોને કોલ કરતા આરોપીએ ફોન રૂૂા 3200 ફોનમાંથી ઓનલાઈન ટ્રાન્સફર લઈ તારે બધાને ફોન કરીને લાંબું કરવું છે, તો હું હાલ એકલો છું, મારા બે મીત્રોને બોલાવી લઉં, તે આવશે તો તને બહુ મારશે. કહેતા તેને ના પાડી રોકડા પૈસા ન નહોવાનું કહેતા આરોપીએ એ.ટી.એમ.માંથી કાર્ડ પણ ન હોવાનું જણાવ્યા બાદ તેણે આરોપીને કર્યા હતાં.જેમાં સ્કેન કરતા એક યુવતીનું નામ આવ્યું હતું. ત્યારબાદ તેણે ત્યાંથી નિકળી અન્ય તબીબને વાત કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પ્ર. નગરના પીએસઆઇ જે.એમ.જાડેજા તપાસ ચલાવી રહ્યાં છે.
