For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાંદીપુરા વાઈરસના અભ્યાસ માટે દિલ્હીથી ડિસીઝ ક્ધટ્રોલની ટીમ રાજકોટ આવી

04:14 PM Aug 07, 2024 IST | Bhumika
ચાંદીપુરા વાઈરસના અભ્યાસ માટે દિલ્હીથી ડિસીઝ ક્ધટ્રોલની ટીમ રાજકોટ આવી
Advertisement

રાજ્યના 28 જિલ્લામાં ચાંદીપુરાના 159 કેસ, જીવલેણ વાઇરસથી કુલ મૃત્યુ આંક 71

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ જીવલેણ બની રહ્યો છે. ચાંદીપુરા વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ ત્રણ બાળકોના મોત થતાં કુલ મૃત્યુ આંક 71 પહોંચ્યો છે જ્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 159 શંકાસ્પદ કેસ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે રાજકોટ જિલ્લામાં ચાંદીપુરાના વધતાં જતાં કેસોની તપાસ અને અભ્યાસ માટે દિલ્હીથી નેશનલ સેન્ટર ઓફ ડીસીઝ કંટ્રોલની ટીમ રાજકોટ આવી છે અને આ ટીમ રાજકોટ અને આસપાસના ગામોમાં મુલાકાત લઈ ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા બાળકોના પરિવારોની મુલાકાત લઈ આ ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાયો તેનો અભ્યાસ કરી અસરગ્રસ્ત પરિવારના સભ્યોના સેમ્પલ લઈ દિલ્હી જશે અને આ અંગેનો રિપોર્ટ સરકારને સુપ્રત કરશે.

Advertisement

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટમાં પુનાથી નેશનલ ઈન્સ્ટિટયુટ ઓપ વાઈરોલોજીના સીનીયર પ્રોફેસર તથા સાયન્ટીસની ટીમ આવી હતી અને ચાંદીપુરા વાયરસ બાબતે અભ્યાસ કરી અને સેમ્પલ લેવાયા હતાં ત્યારબાદ દિલ્હીથી વધુ એક ટીમ રાજકોટ આવી છે. આ ટીમ દ્વારા ચાંદીપુરાના કેસો જે વિસ્તારમાં જોવા મળ્યા છે તે વિસ્તારની મુલાકાત પણ લઈ રહી છે. દિલ્હીની આ ટીમ ચાંદીપુરા વાયરસ ઉપર ખાસ અભ્યાસ કરી રહી છે જેમાં આ વાયરસનો ફેલાવો કઈ રીતે થયો અને તેની ઉત્પતિ કયાંથી થઈ ? તેમજ ભોગ બનનાર બાળકોના રોજીંદી દિનચર્યા અને ભોજન અંગે પણ અભ્યાસ હાથ ધર્યો છે.

ગુજરાતના 28 જિલ્લામાં જીવલેણ ચાંદીપુરાના 159 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 3 બાળકોના મોત થતા કુલ મૃત્યુઆંક 71 થયો છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર-04, ખેડા-07, મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગર-07, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર- 01, પાટણ-01, ગીર સોમનાથ-01 તેમજ અમરેલી-01 શંકાસ્પદ કેસો મળેલ છે.

અત્યાર સુધીમાં 71 બાળકોના મોત થયા છે જેમાં સાબરકાંઠા-05, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા- 05, રાજકોટ-04, સુરેન્દ્રનગર-02, અમદાવાદ કોર્પોરેશન-06, ગાંધીનગર-03, પંચમહાલ-07, જામનગર-03, મોરબી-04, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-03, વડોદરા-04, નર્મદા-01, બનાસકાંઠા-04, વડોદરા કોર્પોરેશન- 01, દેવભૂમિ દ્વારકા-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-01, ભરૂૂચ-01, જામનગર કોર્પોરેશન-01, પાટણ-01 તેમજ ગીર સોમનાથ-01 નું મૃત્યુ થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement