For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદ-પૂરથી થયેલ નુકસાનનો સરવે કરવા કેન્દ્રની ટીમ આવશે

11:29 AM Sep 02, 2024 IST | Bhumika
વરસાદ પૂરથી થયેલ નુકસાનનો સરવે કરવા કેન્દ્રની ટીમ આવશે
Advertisement

ગુજરાતમાં ગયા સપ્તાહે વરસાદે સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી હતી. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. જોકે, આગામી પખવાડિયામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલય વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમ ગુજરાત મોકલી રહ્યું છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ ઇન્ટર-મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ (IMCT)ની રચના કરાઈ છે. IMCTટૂંક સમયમાં ગુજરાતના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. 25-30 ઓગસ્ટ દરમિયાન, રાજસ્થાન અને ગુજરાત પરના ડીપ ડિપ્રેશનને કારણે ભારેથી અતિભારે વરસાદથી ગુજરાત ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ છે.

Advertisement

આ વર્ષે હિમાચલ પ્રદેશ પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓથી પ્રભાવિત છે. ગૃહ મંત્રાલય હિમાચલ પ્રદેશમાં પણ વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે. ત્યાંથી ગંભીર નુકસાનની માહિતી મળશે તો ઈંખઈઝને ત્યાં પણ મોકલવામાં આવશે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યો પણ આ ચોમાસાની મોસમમાં ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા છે.સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આપત્તિથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ઓગસ્ટ 2019 માં ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ગૃહ મંત્રાલયે અસરગ્રસ્ત રાજ્યોના મેમોરેન્ડમની રાહ જોયા વિના નુકસાનનું સ્થળ પર આકારણી કરવા માટે IMCTની રચના કરી હતી.

આ વર્ષે, ગૃહ મંત્રાલયે ઈંખઈઝતની રચના કરી છે, જે મેમોરેન્ડમની રાહ જોયા વિના નુકસાનનું સ્થળ પર આકારણી કરવા માટે પૂર/ભૂસ્ખલનગ્રસ્ત આસામ, કેરળ, મિઝોરમ અને ત્રિપુરાની મુલાકાત લઈ ચૂક્યા છે. નાગાલેન્ડ માટે પણ ઈંખઈઝની રચના કરવામાં આવી છે જે ટૂંક સમયમાં રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. અગાઉ, IMCTરાજ્ય સરકાર તરફથી મેમોરેન્ડમ મેળવ્યા પછી જ આપત્તિગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેતું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement