રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પૂર અસરગ્રસ્ત સહાયની સરવે કામગીરી કરી રહેલા શિક્ષકનું હાર્ટએટેકથી મુત્યુ

12:02 PM Sep 03, 2024 IST | admin
Advertisement

જી.જી. હોસ્પિટલમાં શિક્ષકને મૃત જાહેર કરાયા બાદ ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડતો થયો

Advertisement

જામનગર શહેરમાં અતિવૃષ્ટિ પછી પૂરના અસરગ્રસ્તો ની સહાયની સર્વેની કામગીરી ચાલી રહી છે, જેનું સર્વે કરી રહેલા એક શિક્ષકને આજે એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી ઉચ્ચ અધિકારીઓના કાફ્લો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ભારે ગમગીની છવાઈ છે. જામનગર શહેરમાં વોર્ડ નંબર 16 માં પૂર અસરગ્રસ્તો ની સર્વેની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન બપોરે ચારેક વાગ્યાના અરસામાં જામનગર જિલ્લા પંચાયતની વાણીયા ગામની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા કલ્પેશભાઈ ભીખુભાઈ માંડવીયા (ઉમર વર્ષ 38) કે જેઓ વૃજ વાટીકા સોસાયટીમાં બપોરે ચારેક વાગ્યા ના અરસામા સર્વેની કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન તેઓને એક એક હાર્ટ એટેક આવી ગયો હતો, અને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવની જાણ થતા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ભારે ગમગીની છવાઈ હતી. પોલીસ તંત્ર પણ દોડતું થયું છે અને શિક્ષક ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે મૃત શિક્ષકના પરિવારને મુખ્યમંત્રી રાહત કોષ માંથી 25 લાખનું વળતર આપવા શિક્ષક સંઘની માંગણી જામનગરના શિક્ષક કલ્પેશ ભાઈ માંડવીયા નું ચાલુ ફરજે હાર્ટ એટેક થી મૃત્યુ થયા ના બનાવની જાણ થતાં જામનગર શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા તેમજ અન્ય શિક્ષક અગ્રણીઓ પણ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃત શિક્ષકને વોરિયર તરીકે ગણીને તેઓના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખનું વળતર અપાય તેવી માંગણી કરવામાં આવી છે.

Tags :
deathgujaratgujarat newsheartatactjamnaagrnewsjamnagar
Advertisement
Next Article
Advertisement