લોન લીધા બાદ હપ્તા નહીં ભરતા ડિફોલ્ટરની મિલ્કત જપ્ત કરતું તંત્ર
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-1, ડો. સી.એમ. પરમાર તથા મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ), અજીતકુમાર જોષીની સૂચના મુજબ, આજે સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ધ સિક્યુરિટાઈઝેશન એક્ટ હેઠળ એક મિલકતનો કબજો લઈને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (હાલ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ)ના અધિકૃત અધિકારીને સોંપવામાં આવ્યો છે.
રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (હાલ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) દ્વારા નરેશભાઈ પૂજાંભાઈ રાઠોડ અને અન્ય સામે રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નં. 584 પૈકી 3ની બિનખેડવાણ અને ઇમારત બાંધવાની મંજૂરીવાળી જમીનમાં આવેલ નસ્ત્રલોર્ડ ક્રિષ્ના સિટીસ્ત્રસ્ત્ર નામના વિસ્તારના પ્લોટ નં. 9, 10, 11, 12, 13, 14 અને 15 (કુલ જમીન ક્ષેત્રફળ આશરે 1006.46 ચો.મી.)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સિટી સર્વે વોર્ડ નં. 18, સિટી સર્વે નં. 1775/ક/પૈકી, ટીપી સ્કીમ નં. 19 (ડ્રાફ્ટ), એફપી નં. 9/2 ઉપર આવેલ નસ્ત્રશ્રદ્ધા એપાર્ટમેન્ટસ્ત્રસ્ત્ર નામની રેસિડેન્સિયલ-કમ-કોમર્શિયલ બહુમાળી બિલ્ડીંગના નસ્ત્રટાવર-બીસ્ત્રસ્ત્ર માંથી ચોથા માળે આવેલ ફ્લેટ નં. 402 (બિલ્ટઅપ એરિયા આશરે 36.94 ચો.મી.)નો પણ સમાવેશ થાય છે. આ ફ્લેટ નરેશભાઈ પૂજાભાઈ રાઠોડના નામે વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં. 3527, તા. 24/05/2013થી આવેલો છે.
આ કાર્યવાહી માટેની નોટિસ તા. 23/06/2025 ના રોજ એમ.બી. જાડેજા, નાયબ મામલતદાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ)ની સહી સાથે બજાવવામાં આવી હતી. મિલકત ઉપર તા. 07/09/2019 સુધીની બાકી પડતી રૂૂ. 8,36,938/- અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસૂલાત માટે આ કબજો લેવામાં આવ્યો છે.