For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉનાળાના પ્રારંભે જ ઝાડા-ઊલટીના કેસમાં ઉછાળો

03:34 PM Mar 18, 2024 IST | Bhumika
ઉનાળાના પ્રારંભે જ ઝાડા ઊલટીના કેસમાં ઉછાળો
  • આરોગ્ય વિભાગના ચોપડે ચિકનગુનિયા-1, ઝાડા-ઊલટી-223, શરદી-તાવ, ઉધરસના-1244 નવા કેસ નોંધાયા

ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે જ પાણીજન્ય રોગચાળો શરૂ થઈ ગયો હોય તેમ આરોગ્ય વિભાગના ચોપડે ઝાડા ઉલ્ટીના નવા 223 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં રાહત જોવા મળી છે અને ચિકનગુનિયાનો ફક્ત એક કેસ નોંધાયો છે. શરદી તાવ, ઉધરસના નવા 1244 કેસ નોંધાતા આરોગ્યવિભાગે ગંદકી અને મચ્છરઉત્પતિ સબબ 410 આસામીઓને નોટીસ ફટકારી હતી.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

Advertisement

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.11/03/24 થી તા.17/03/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 8,162 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 1091 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 1128 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 291 અને કોર્મશીયલ 212 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Advertisement

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10x10x10નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement