ઉપલેટા રમણીકભાઈ ધામી શાળા સંકુલ ખાતે વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહ યોજાયો
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટા શાળા સંકુલ તરીકે ઉભરી આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ ધામી શાળા સંકુલના શ્રી વલ્લભ વિદ્યાલય નામની શાળાની આજથી 58 વર્ષ પહેલા સ્વ. રમણીકભાઈ ધામી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી જે આજે એક વટ વૃક્ષ બનીને ઉભી છે જેમાં સાયન્સ, આર્ટસ અને કોમર્સ એમ ત્રણ ફેકલ્ટીઓ આવેલી છે જેમાં 1300 કરતા વધારે દીકરા અને દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે. વલ્લભ વિદ્યાલય શાળાને ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલ છે જ્યારે વલ્લભ ક્ધયા વિદ્યાલયને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો તેમજ દર વર્ષે આ સંસ્થામાં વિજ્ઞાન મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.
સ્વ. રમણીકભાઈ ધામીનો એકજ ધ્યેય હતો કે શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માત્ર અભ્યાસ જ નહીં પરંતુ અભ્યાસની સાથે સાથે જીવનના દરેક ક્ષેત્રમાં તેમનો સર્વાંગી વિકાસ થાય, કુટુંબ અને પરિવારમાં સારા સંસ્કાર મેળવે, શાળામાં આવીને સારા સંસ્કાર મેળવે, સારી ટેવો કેળવે, પોતાના પરિવાર, સમાજ અને દેશને ઉપયોગી થાય તેવી આ શાળામાં પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આ શાળા સંકુલમાં ઇત્તર પ્રવૃત્તિઓ જેવી કે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ગીત સ્પર્ધા, 15 મી ઓગસ્ટના રાષ્ટ્રીય ગીતો, 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય ગીતો અને મહેંદી સ્પર્ધા સહિતની અનેક સ્પર્ધાઓ આ શાળા સંકુલમાં યોજવામાં આવે છે, જેમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિતરૂૂપે ઇનામ આપવામાં આવે છે જેમાં ટ્રસ્ટ દ્વારા ઈનામ તો આપવામાં આવે છે પરંતુ શહેરની અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ ઈનામો આપવામાં આવે છે. ઈનામને પાત્ર થયેલા વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવવામાં આવેલા અને વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્ય પણ આપેલા જેમાં વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે, આ પ્રકારનું એ લોકો જ્ઞાન અને માહિતી મેળવે છે તેની પણ દતેમણે માહિતી આપી હતી. તેમજ ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વગેરેની પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ ગઈકાલે ઈતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આજરોજ બીજે દિવસે અભ્યાસમાં જેમણે પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર મેળવેલા છે તેવા ધો. 1 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો જબરદસ્ત અને ભવ્યાતિ ભવ્ય ઈનામ વિતરણનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટના યુવા પ્રમુખ તરીકે ફાલ્કન પંપ વાળા ઉદ્યોગપતિ શ્રી કમલ નયનભાઈ સોજીત્રા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ સોજીત્રા, ઈન્ચાર્જ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી છગનભાઈ સોજીત્રા, ટ્રસ્ટીશ્રીઓ ડાયાભાઈ ગજેરા, કમલભાઈ ધામી, હરિભાઈ ઠુંમર (ભોલે), રવજીભાઈ સખીયા, બટુકભાઈ ડોબરીયા અને મનોજભાઈ પોશિયા, વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળના અધ્યક્ષ અને પત્રકાર દિનેશભાઈ ચંદ્રવાડીયા તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.