વાવડીની આવકાર સિટીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા ધોરણ-8ના છાત્રનું મોત
કિશોરને વાઈની બીમારી હતી, માતા ધૂનમાં બેઠા હતા ત્યાં નજીકમાં જ પુત્ર પટકાયો
રાજકોટ શહેરનાં વાવડીમા આવેલા આવકાર સીટી એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી 16 વર્ષનો કીશોર અચાનક નીચે પટકાતા તેનુ મોત નીપજયુ હતુ. પુત્રનાં મોતથી પરીવારમા શોક છવાઇ ગયો છે.
વધુ વિગતો મુજબ વાવડી પાસે પરીન ફર્નીચર નજીક આવેલા આવકાર સીટી એપાર્ટમેન્ટમા રહેતા વિનય જીણાભાઇ મકવાણા નામનો 16 વર્ષનો કીશોર ગઇકાલે સાંજનાં સમયે ત્રીજા માળે ગેલેરીમાથી નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમને બેભાન હાલતમા સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા ઇમરજન્સી વિભાગનાં તબીબ નારણ જાદવે બાળકને મૃત જાહેર કર્યો હતો.
વિનય બે બહેનનો એકનો એક ભાઇ હતો અને તેમનાં પિતા હયાત નથી તેમજ તેમણે ધો. 8 સુધી અભ્યાસ કર્યો હોવાનુ જાણવા મળી રહયુ છે તેમજ તેમને વાયની બીમારી આવતી હોવાનુ પરીવારે જણાવ્યુ હતુ અને ગઇકાલે તેમનાં માતા ભાવનાબેન એપાર્ટમેન્ટનાં પાર્કીગ એરીયામા ધુન ભજન રાખેલા હોય જેથી તેઓ ત્યા બેઠા હતા . આ સમયે વિનય પાણી પીતી વેળાએ ત્રીજા માળે ગેલરીમાથી નીચે પટકાતા તેનાં માતા અને અન્ય મહીલાઓ તેમજ એપાર્ટમેન્ટમા રહેતા લોકો ત્યા દોડી આવ્યા હતા. અને વિનયને હોસ્પીટલ લઇ જવામા આવ્યો હતો જો કે ત્યા સારવાર મળે તે પહેલા તેનુ મોત નીપજયુ હતુ આ બનાવની તપાસ રાજકોટ તાલુકા પોલીસ મથકનાં એન. એલ. ચાવડા કરી રહયા છે.