રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુંબઈથી રાજકોટ વેકેશનમાં આવેલા ધો.12ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત

05:15 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં હાર્ટએટેકના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યાં છે તરૂણથી લઈ યુવાનોમાં હાર્ટએટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં રોજના બે થી ત્રણ વ્યક્તિના હાર્ટએટેકથી મૃત્યુ થતા હોય છે. ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મુંબઈથી રાજકોટ વેકેશનમાં આવેલા ધો.12ના છાત્રનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાયો છે.

Advertisement

વધુ વિગતો મુજબ, મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં આવેલા સિલ્વર એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા મિત રાજેશભાઈ હિંડોચા નામનો 18 વર્ષનો લોહાણા યુવાન આજે સવારે પોતાના ઘરે બાથરૂમમાં ગયા બાદ અચાનક ઢળી પડતાં તેમને બેભાન હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મિતના પિતાનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. મિત સહિત તેમના ત્રણેય ભાઈનું એક જ દિવસે જન્મ થયો હતો. પોતે મુંબઈ રહી ત્યાં જ ધો.12માં અભ્યાસ કરતો હતો. થોડા દિવસો પૂર્વે ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ તેમને બે મહિનાનું વેકેશન હોય જેથી રાજકોટ રોકાવા આવ્યો હતો. આજે સવારે જાગીને બાથરૂમમાં ગયા બાદ બહાર ન આવતાં તેમના પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જ અવાજ ન આવતાં અંતે દરવાજો તોડીને મિતને બહાર કાઢયો હતો અને તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતાં તબીબોએ મિતનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનો અભિપ્રાય આપ્યો હતો. યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.

Tags :
gujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement