For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટી બહેન સાથે ઝઘડો થતા ધો.10ની છાત્રાએ ઝેર પીધું

12:35 PM Oct 11, 2024 IST | Bhumika
મોટી બહેન સાથે ઝઘડો થતા ધો 10ની છાત્રાએ ઝેર પીધું
Advertisement

ચોટીલા તાલુકાના નવાગામમાં મોટી બહેન સાથે ઝઘડો થતા ધો.10ની છાત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કામ બાબતે ઝઘડો થતા લગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. જાણવા મળતિ વિગત મુજબ ચોટીલા તાલુકાના નવાગામમાં રહેતી ગાયત્રી કમાભાઇ ખાવરું (ઉ.વ.15)નામની સગીરાએ ગઇકાલે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ ચોટીલા ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર સગીરા એક ભાઇ ત્રણ બહેનમાં નાની અને ધો.10માં અભ્યાસ કરતી હતી. તેની મોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતા લગી આવવાથી તેણીએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement