ગુજરાતમાં હવે પરિવર્તનની આંધિ ઉઠશે: ગોપાલ ઇટાલિયાનો હૂંકાર
વિસાવદરની જનતાએ નવી દિશા આપી હવે આખુ ગુજરાત ‘વિસાવદરવાળી’ કરવા તત્પર
મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી તાકાતથી લડશું, 2027માં સરકાર બનાવવાનો આમઆદમી પાર્ટીનો લક્ષ્યાંક
ગુજરાતમાાં હવે જનતા જાગી ગઇ છે, તેનો ભ્રમ પણ તૂટી ગયો છે. લોકો હવે પરિવર્તન ઝંખે છે અને મ્યુનિ.કોર્પોરેશન-નગરપાલિકાથી માંથી 2027ની ધારાસભાની ચૂંટણીઓમાં વિસાવદરવાળી નિશ્ર્ચિય છે. જનતાના આશિર્વાદથી ગુજરાતમા આમ આદમી પાર્ટી એક સબબ વિકલ આપવા તૈયાર છે. તેમ વિસાવદરની ધારાસભાની પેટા ચૂંટણીમાં વિજય મેળવી ગુજરાત ભાજપને જબરો આંચકો આપનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.
‘ગુજરાત મિરર’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું. કે, ગુજરાતમાં અત્યારે ગણાવી શકાય નહીં તેટલી સમસ્યા છે. એક સમસ્યા હોય તો ગણાવી શકાય.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ કે, વિસાવદરની ચૂંટણી બાદ હું ગુજરાતમાં ફરી રહ્યો છું. દરેશ જગ્યાએ મને ખુબ ઉર્જા મળી છે. લોકો ભાજપના વિકલ્પની શોધમાં છે અને તેના કારણે જ ‘વિસાવદરવાળી’ કરવાનો નારો સર્વત્ર ગુંજવા લાગ્યો છે.
તેમણે દાવો કર્યો હતો કે, રાજકોટ મહાનગરપાલિકામાં પણ ખુબ જોમ અને જુસ્સાભેર લડશું. લોકો વચ્ચેથી જ સારા ઉમેદવારો શોધીને ચૂંટણી લડાવશું હાલ ગુજરાતમાં સંગઠન વધુ મજબૂત કરી રહયા છીએ અને વધુ ને વધુ લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડી રહયા છીએ. 2027માં ગુજરાતમાં સરકાર બનાવવી તે જ અમારું લક્ષ્ય છે.
પેટા ચૂંટણી પછી સંગઠન વધુ મજબૂત બનાવવા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એક હજાર સભાઓ કરી છે અને તેમાં ખુબ મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા છે અને હજૂ પણ જોડાઇ રહયા છે. ‘ગુજરાત મિરર’ની મુલાકાત સમયે ગોપાલ ઇટાલિયા સાથે શિવલાલ બારસિયા તથા દિલિપસિંહ વાઘેલા પર હાજર રહ્યો.