બગસરા કુંકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર ભડ ભડ સળગી
01:20 PM Jun 17, 2025 IST | Bhumika
બગસરામાં કુકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર શોર્ટ સર્કિટ થતા અચાનક ગાડીમાં આગ લાગવાથી ભડ ભડ સળગી ઊઠી હતી, વાહન ચાલક પોતાની ગાડીને પાર્ક કરી ખરીદી કરવા ગયેલા હતા ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતા સળગી ઊઠે હતી જ્યારે આ કારની બાજુમાં ભાર રીક્ષા પણ પાર્ક કરેલી હતી જ્યારે આ ગાડીમાં આગ લાગવાથી આ રીક્ષા ને પણ નુકસાન થયું હતું પરંતુ આ રીક્ષાના માલિકે પોતાના જીવના જોખમે પોતાની રીક્ષા બચાવી લીધી હતી જ્યારે સદનસીબે જાનહાની ટળી હતી. આ કારની બાજુમાં રહેણાંક વિસ્તાર પણ આવેલો હતો પરંતુ અહીંના લોકોને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું ન હતું જ્યારે આ બાબતની જાણ બગસરા પોલીસ સ્ટેશન તેમજ નગરપાલિકામાં થતા પોલીસ સ્ટાફ તેમજ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયેલો હતું અને આગને કાબુમાં લીધી હતી.
Advertisement
Advertisement