વોર્ડનં.11માં તોતીંગ સ્પીડબ્રેકર તણાયું!
04:54 PM Jun 28, 2025 IST
|
Bhumika
Advertisement
ગુરુવારે પડેલા માત્ર બે ઇંચ વરસાદમાં સ્પીડબ્રેકર રોડની બાજુમાં ધકેલાઇ ગયું
Advertisement
રાજકોટ શહેરમાં બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર ભારે પાણી વહેવા લાગ્યા હતા જેના કારણે વોર્ડ નં.11માં સિમેનટ રોડ ઉ5ર બનાવવામાં આવેલુ વિશાળ સ્પીડબ્રેકર આખુ ઉખડીને રોડની બાજુમાં ખસી ગયું હતું. મળતી માહિતી મુજબ વોર્ડ નં.11માં સ્પીડવેડ પાર્ટી પ્લોટથી આગળ કાવેરી રોડ ઉપર આ આખુ સ્પીડબ્રેકર તણાઇને રોડની સાઇડમાં ધકેલાઇ ગયું હતું.ગુરુવારે પડેલા માત્ર બે ઇંચ વરસાદના કારણે આ રોડ ઉપર જાણે નદી વહેવા લાગી હતી અને પાણીના ભારે પ્રવાહના કારણે સિમેન્ટ રોડ ઉપર બનાવેલુ ડામરનું તોતીંગ સ્પીડબ્રેકર તણાઇને રોડની સાઇડમાં ખસી ગયું હતું.
Next Article
Advertisement