રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ-બાડમેર વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

11:38 AM Sep 14, 2024 IST | admin
Advertisement

ટિકિટોનું બુકિંગ 15મી સપ્ટેમ્બર ઓનલાઈન શરૂ

Advertisement

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે રાજકોટ-બાડમેર વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. બાડમેર સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે. ટ્રેન નંબર 04820/04819 રાજકોટ-બાડમેર સ્પેશિયલ 14-14 ટ્રીપ્સ ટ્રેન નંબર 04820 રાજકોટ-બાડમેર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 04.10.2024 થી 18.11.2024 સુધી રાજકોટ થી દર શુક્રવાર અને સોમવારે 01.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 15.00 કલાકે બાડમેર પહોંચશે. ટ્રેન નંબર 04819 બાડમેર-રાજકોટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 03.10.24 થી 17.11.2024 સુધી બાડમેર થી દર ગુરુવાર અને રવિવારે 09.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.00 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમદડી, બાલોત્રા અને બાયતુ સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેક્ધડ એસી, થર્ડ એસી, સેક્ધડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 04820 નું બુકિંગ 15 સપ્ટેમ્બર, 2024 થી તમામ ઙછજ કાઉન્ટર અને ઈંછઈઝઈ વેબસાઇટ પર શરૂૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને ૂૂૂ. યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

Tags :
gujaratgujarat newsrailwaydepartmentrajkotrajkot newsspecialtrain
Advertisement
Next Article
Advertisement