For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં 94 વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ સ્કવોડની રચના કરાઈ

04:08 PM Jul 22, 2024 IST | admin
રાજકોટમાં 94 વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ સ્કવોડની રચના કરાઈ

ડીસીપીની અધ્યક્ષતામાં પીએસઆઈ હરિયાણી અને પાંચ કોન્સ્ટેબલનો સ્કવોડમાં સમાવેશ

Advertisement

રાજકોટ શહેરમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ હીસ્ટ્રીશીટરો સહિતના 94 જેટલા આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ઝોન-2 વિસ્તારમાં નાસતા ફરતાં આરોપીને પકડવા માટે કામગીરી કરશે. શહેરમાં છેલ્લા બે વર્ષથી ગંભીર ગુના તેમજ અન્ય સામાન્ય ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં બુટલેગરો તેમજ નામચીન હિસ્ટ્રીશીટર સહિત 94 જેટલા આરોપીઓ પોલીસને ચકમો આપી પકડાતા ન હોય જેના માટે ખાસ નાસતા ફરતા સ્કવોર્ડની રચના કરવામાં આવી છે.

આ સ્કવોર્ડમાં ડીસીપી જગદીશ બાંગરવાના અધ્યક્ષસ્થાને એસીપી રાધિકા ભારાઈ તેમજ એસીપી બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પીએસઆઈ તરીકે એન.વી.હરિયાણી તેમજ સ્ટાફમાં રાહુલ વ્યાસ, કનુભાઈ બસીયા, મિતેશભાઈ આડેસરા, અંકીતભાઈ નિમાવત અને મહાવીરસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્કવોર્ડ દ્વારા ઝોન-2 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરાર 94 આરોપીઓને પકડવા આ ટીમ કામગીરી કરશે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ખાસ સ્કવોર્ડ કામગીરી કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement