For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં રાત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે બનશે ખાસ પોલિસી

12:24 PM Sep 03, 2024 IST | Bhumika
ગુજરાતમાં રાત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે બનશે ખાસ પોલિસી
Cropped shot of a young businesswoman working late on a computer in an office
Advertisement

ખાનગી કંપનીઓ માટે ડોર ટુ ડોર પિક-અપ અને ડ્રોપ સહિતના નિયમો બનશે

કોલકાત્તાની ઘટનામાંથી ધડો લઈ રાજ્ય સરકારે શરૂ કરી તૈયારી, ટૂંક સમયમાં બહાર પડશે ડ્રાફ્ટ

Advertisement

કોલકત્તાની મેડિકલ કોલેજમાં તાલિમ મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ દેશભરમાં ભારે ખળભળાટ મચ્યો છે અને રાત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે દેશભરમાં કડક કાયદા બનાવવા ઉગ્ર માંગ ઉઠી રહી છે.

ત્યારે ગુજરાત સરકારે પણ નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે ખાસ પોલીસી બનાવવાની દિશામાં કામ શરૂ કર્યુ છે. અને ટુંક સમયમાં જ આ અંગેનો એક ડ્રાફટ પણ જાહેર કરી વાંધા-સુચનો માંગવામાં આવશે.
ગુજરાતમાં સેંકડો મહિલાઓ નાઈટ શિફ્ટ (રાત્રી નોકરી) કરી રહી છે અને ઘણી વાર તેમની સાથે અઘટિત ઘટનાઓ પણ બને છે. આવી સ્થિતિને ટાળવા માટે ગુજરાત સરકાર હવે નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે એક પોલીસી લાવવાની વિચારણા કરી રહી છે જેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

તમામ સેક્ટરોની કંપનીઓ માટે ગાઈડલાઈન્સ બનાવવામાં આવી રહી છે.કંપનીઓને નાઇટ શિફ્ટમાં મહિલાઓને રોજગારી આપવાની પરવાનગી મેળવવાની પ્રક્રિયા કલેક્ટરેટમાં અલગ અલગ હોય છે, જેમાં કેટલીક અન્ય કરતાં વધુ હળવી હોય છે. તો કેટલાક જિલ્લામાં આ પ્રક્રિયા જટીલ છે પરંતુ સૂચિત નીતિ તમામ ક્ષેત્રોની કંપનીઓ માટે હશે.

નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ પરની નીતિ અંગે સરકારનું ચિંતન ઉદ્યોગની રજૂઆતોના જવાબને અનુલક્ષીને આવ્યું છે. કંપનીઓ નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે ગાઈડલાઈન્સની હિમાયત કરી હતી. જુલાઇ સુધીમાં, રાજ્યના શ્રમ વિભાગને નાઈટ શિફ્ટમાં મહિલાઓને નોકરી આપવા માંગતી કંપનીઓ પાસેથી 79 અરજીઓ મળી હતી. તેમાંથી 27 કંપનીઓને પરવાનગી મળી હતી, 46 અરજીઓ અનુપાલન પગલાં માટે પરત કરવામાં આવી હતી અને છ શરતોને પૂર્ણ ન કરવા બદલ નકારી કાઢવામાં આવી હતી.

નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધાઓ અને નાઇટ શિફ્ટના સમયનો ઉલ્લેખ સહિતના બીજા ઘણા પગલાં નવી નીતિમાં સામેલ કરાશે.કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવની વચ્ચે આઇએમએ દ્વારા ડોક્ટરોની સુરક્ષા અંગે કરવામાં આવેલા નવા સર્વેમાં ચિંતાજનક માહિતી સામે આવી છે. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના અભ્યાસમાં રાત્રે ડ્યુટી કરનારા 35.5 ટકા ડોક્ટર ‘અસુરક્ષિત’ અથવા ‘અતિ અસુરક્ષિત’ અનુભવે છે. જેમાં મહિલા ડોક્ટરોની સંખ્યા વધુ છે.

હાલ દરેક જિલ્લામાં અલગ અલગ નિયમો
ગુજરાતમાં ખાનગી કંપનીઓમાં મોટા પ્રમાણમાં મહિલાઓ નાઈટ શિફ્ટ કરી રહી છે. પરંતુ આ માટે કોઈ ઠોસ કાયદો ન હોવાથી દરેક જિલ્લા કલેક્ટર કક્ષાએ અલગ-અલગ નિયમો અમલમાં છે જેમાં કેટલાક જિલ્લાઓમાં મહિલાઓની નાઈટ શિફ્ટની મંજુરીની પ્રક્રિયા સરળ છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં આ પ્રક્રિયા ખુબ જ જટીલ હોવાથી ઉદ્યોગકારોમાં પણ સમાન પોલીસી બનાવવા માંગણી ઉઠી હતી. આ અંગે સરકારમાં પણ અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement