For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત નગરપાલિકાના મહિલા પ્રમુખ રચનાબેન મોટાણી

11:14 AM Mar 08, 2024 IST | Bhumika
ખંભાળિયાના મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત નગરપાલિકાના મહિલા પ્રમુખ રચનાબેન મોટાણી

Advertisement

આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખંભાળિયા શહેર માટે એક આદર્શ ગૃહિણી સાથે વહીવટકર્તા નિષ્ઠાવાન મહિલા યુવા અગ્રણી રચનાબેન મોટાણીને યાદ કરવા જ પડે. અહીંના જાણીતા સેવાભાવી રઘુવંશી અગ્રણી પરિવારના પુત્રવધુ રચનાબેન મોટાણીને ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપાય બાદ તેમના દ્વારા ગૃહકાર્યો સાથે શહેરના વિકાસ કાર્યો માટે પણ પૂરતો સમય ફાળવી અને કરવામાં આવતા વહીવટને લોકો બિરદાવી રહ્યા છે.

ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જેમીનીબેન મોટાણી તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ મોટાણી, અને જાણીતા વેપારી ભરતભાઈ મોટાણીના પુત્રવધુ રચનાબેન મોહિતભાઈ મોટાણીને થોડા સમય પૂર્વે નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ મળ્યા બાદ તેમણે નોંધપાત્ર લીડથી જીત મેળવી હતી. આ પછી પક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈ અને મહિલા પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી રચનાબેનને સોંપી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે નાની વયના મહિલા પ્રમુખ રચનાબેનએ તેમની રાજકીય સફરના ટૂંકા ગાળામાં સારી એવી નામના મેળવી છે. પાલિકાના વહીવટમાં સમય જતા કોઠાસૂઝ મેળવી અને તેમની કાર્યશૈલીથી ફક્ત પાલિકાનો સ્ટાફ કે અધિકારીઓ જ નહીં, પરંતુ નેતાઓને પણ પૂરતો સંતોષ છે. શહેરના લોકોનું હિત હૃદયમાં રાખી અને ખૂટતી સુવિધા પ્રાપ્ય કરવા તેમના દ્વારા તેમના અનુભવી પરિવારજનોના સલાહ સૂચન અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે છે. આ વચ્ચે નગરપાલિકાના કામ કે વહીવટમાં બિલકુલ ભ્રષ્ટાચાર ન થાય તે બાબતે પણ તેમના દ્વારા ખાસ ચીવટ રાખવામાં આવે છે.

સમર્પણની ભાવના સાથે નગરપાલિકાના પ્રમુખ તરીકે શહેરની જવાબદારી સંભાળતા રચનાબેન મોટાણી શહેરની જવાબદારી વચ્ચે એક આદર્શ ગૃહિણી પણ સાબિત થયા છે. વિશાળ પરિવાર તેમજ સગા-સંબંધીઓ વચ્ચે તમામ પ્રકારની સામાજિક જવાબદારી પણ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે. પ્રમાણમાં નાની ઉંમરમાં ટૂંકી રાજકીય કારકિર્દી વચ્ચે રચનાબેન મોટાણી પારિવારિક તેમજ સામાજિક જવાબદારી નિભાવીને મહિલાઓ માટે પ્રેરણાના સ્ત્રોત રૂપ સાબિત થયા છે. જે અંગેનો શ્રેય તેઓ તેમના પરિવારજનો તેમજ શુભચિંતકોને આપે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement