રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મસ્ત કલંદર મંદિરે દર્શન કરવા જતા સોફટવેર ઇજનેરનું બાઇક અકસ્માતમાં મોત

05:52 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં આવેલો રીંગ રોડ ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં ટાગોરનગરમાં રહેતો યુવા સોફ્ટવેર એન્જિનિયર વહેલી સવારે જામનગર રોડ ઉપર પરાપીપળીયામાં આવેલા મસ્ત કલંદર મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે શીતલ પાર્ક પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમીન માર્ગ ઉપર આવેલા ટાગોરનગરમાં રહેતા સાહિલ નંદલાલભાઈ ઢાલાણી નામનો 24 વર્ષનો યુવાન વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને જામનગર રોડ ઉપર પરાપીપળીયા ખાતે આવેલ મસ્ત કલંદર મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે શીતલ પાર્ક પાસે પહોંચતા સાહિલ ઢાલાણીએ ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સાહિલ ઢાલાણીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી આ ઘટના અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન માતા-પિતાનો આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને એકની એક બહેનનો એકલોતો ભાઈ હતો. સાહિલ ઢાલાણી સોફ્ટવેર એન્જિનિયર હતો અને પહેલી સવારે મસ્ત કલંદર મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement