રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પેટ્રોલપંપના સંચાલકના ઘરમાંથી 11 લાખની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

04:37 PM Sep 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બંગલાનું કામ ચાલુ હતું ત્યારે આરોપી ત્યાં મજૂરી કરતો, બંગલામાં મોટી રકમ રાખવામાં આવતી હોવાનું જાણતો હતો

જામનગરના પેટ્રોલ પંપ સંચાલકના બંગલામાંથી રૂૂા.11 લાખ જેટલી માતબર રોકડ રકમની ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામના રહેવાસી શખ્સને રૂૂા.11 લાખની રોકડ રકમ સાથે પકડી પાડયો છે.

શહેરમાં ગુરૂૂદતાત્રેય મંદિરથી શરૂૂ સેકશન તરફ જતા માર્ગ પર વી માર્ટની પાછળ આરાધના સોસાયટીમાં રહેતા શિવમ પેટ્રોલ પંપના સંચાલક રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલીયા પરિવાર સાથે ગત તા.26 થી તા. 31 દરમિયાન ગોવા ફરવા ગયા ત્યારે તેમના બંગલાની કાચની સેકશન બારી ખોલી કોઈ તસ્કર અંદર પ્રવેશી રૂૂા.11 લાખની રોકડ ચોરી કરી ગયો હતો. આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે ત્વરિત રીતે સીસીટીવી ફુટેજ મેળવીને અને બાતમીદારોને કામે લગાડીને તસ્કરની ઓળખ મેળવી લીધી હતી. દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે સમર્પણ સર્કલ નજીક સ્વામિનારાયણ મંદિર સામે રોડ પર ઉભેલા ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામની રીઢા તસ્કર લખમણ માંડણભાઈ અસ્વારને રૂૂા.11 લાખની રોકડ રકમ સાથે પકડી પાડયો હતો. આ શખ્સ સામે જામનગર સીટી સી. ડીલીઝન પોલીસે સ્ટેશનમાં અન્ય બે ગુન્હા નોંધાયેલા છે.

પોલીસે આપેલી વિગતો મુજબ આ તસ્કર ફરિયાદી રમેશભાઈના બંગલાનું કામ ચાલતું હતું. ત્યારે ત્યાં મજુર તરીકે હતો. જેથી બેંગલામાં મોટી રકમની રોકડ રાખવામાં આવતી હોવાનું જાણતો હતો. અને કુંડલીયા પરિવાર જન્માષ્ટમીના તહેવારોમાં ફરવા જતાં તેણે તક ઝડપી લઈ ચોરીને અંજામ આપ્યો હતો. આ કાર્યવાહી એલ.સી.બી. ના પો. ઈન્સ વી. એમ. લગારિયા તથા સબ ઈન્સ. પી.એન. મોરી અને સ્ટાફના દિલીપભાઈ તલવાડીયા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, વનજરાજભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ, ધાનાભાઈ મારી, અરજણભાઈ કોડીયાતર, ભારતીબેન ડાંગર વગેરેએ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsjamnagarsmuggler
Advertisement
Next Article
Advertisement