For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવમ પાર્કમાં માતાજીના મઢમાંથી તસ્કર દોઢ લાખના સોનાના પાંચ છત્તર ચોરી ગયો

04:20 PM Feb 27, 2024 IST | Bhumika
શિવમ પાર્કમાં માતાજીના મઢમાંથી તસ્કર દોઢ લાખના સોનાના પાંચ છત્તર ચોરી ગયો

શહેરની ભાગોળે મવડી ગામે શિવમ પાર્કમાં આવેલા માતાજીના મઢમાંથી તસ્કરક દોઢ લાખના પાંચ છતરની ચોરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સેવા પૂજા કરી વૃધ્ધ મંદિરમાં પક્ષીઓને ચણ નાખવા ગયાને અજાણ્યો શખ્સ મંદિરમાં દર્શન કરવાના બહાને ઘૂસી ચોરી કરી ગયો હતો. આ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મવડી ગામે બાપા સીતારામ ચોકમાં બંસરી પાર્કમાં રહેતા અને ક્ધટ્રકશનનો વ્યવસાય કરતાં મહેશભાઇ વલ્લભભાઇ મેઘાણી (ઉ.વ.42)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમના ઘરથી આગળ શિવમ પાર્કમાં મેઘાણી કુંટુંબના બ્રહ્માણી માતાજીનો મઢ આવેલો હોય જેનું સંચાલન તેઓ કરે છે. તથા પરિવારમાં તેના િ5તા અને પુત્ર દરરોજ સવાર-સાંજ સેવા-પૂજા કરવા જાય છે. ગત તા.19/12ના સવારે છ વાગ્યાના અસ્સામાં તેના પિતા મંદિરે પૂજાવિધી પૂર્ણ કર્યા બાદ નિત્ય ક્રમ મુજબ મંદિરના આગળના ભાગે પક્ષીઓને ચણ નાખવા માટે ગયા હતા. દરમિયાન અજાણ્યો શખ્સ મંદિરમાં દર્શન કરવાના બહાને આવી માતાજીના શણગારમાં રાખેલા સોનાના પાંચ છતર (કિ. આશરે દોઢ લાખ) ચોરી કરી નાશી ગયો હતો. ચોરી કરવા આવેલા શખ્સે લાલ ટોપી અને મોઢે રૂમાલ બાંધેલો હોય જે સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જોકે ચોર માતાજીની શકિતથી પરત ચોરેલો મુદ્દામાલ આપી જશે. તેવી શ્રધ્ધા રાખી હોવાથી જે તે સમટી ફરીયાદ કરી ન હતી. બાદમાં પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement