KKV ચોકમાં રોંગ સાઇડમાં આવતા છોટાહાથીએ બે વાહન ઉલાળ્યા
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમા આવી છે ત્યારે વધુ એક ઘટનામા ગત રાત્રે કેકેવી ચોકમા રોંગ સાઇડમા ધસી આવેલા છોટા હાથીનાં ચાલકે રીક્ષા અને સ્કુટરને ઉલાળતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. અકસ્માતમા ઘવાયેલ બાળકી સહીત ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. છોટા હાથીનાં ચાલકે દારૂનાં નશામા અકસ્માત સર્જયો હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.
આ બનાવ અંગે પોલીસમાથી મળતી વિગતો મુજબ શહેરમા કેકેવી હોલ ચોક ખાતે રાત્રીનાં સાડા બારેક વાગ્યાનાં અરસામા રોંગ સાઇડમા માતેલા સાંઢની માફક ધસી આવેલા છોટા હાથીનાં ચાલકે રીક્ષા અને સ્કુટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા નાણાવટી નાણાવટી ચોકમા આવેલી નંદનવન સોસાયટીમા રહેતા રીક્ષા ચાલક તોસીફ હનીફભાઇ હુનાણી (ઉ.વ. 3ર ) , નાના મવા રોડ પર લક્ષ્મીનગરમા રહેતા સ્કુટર ચાલક હરેશભાઇ કાળુભાઇ અઘેરા (ઉ.વ. પપ ) સ્કુટર સવાર તેમનાં પત્ની જોશનાબેન હરેશભાઇ અઘેરા અને ભત્રીજી ધૃવીબેન હીતેશભાઇ અઘેરા (ઉ.વ. 10 ) ને ઇજા પહોંચી હતી . ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. અકસ્માત થયાની જાણ થતા પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ સર્જાયેલો ટ્રાફીક જામ કલીયર કરાવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા સ્કુટર સવાર દંપતી ભત્રીજીને લઇને કાલાવાડ રોડ પર પુત્રને ટીફીન દેવા માટે ગયા હતા. તે દરમ્યાન રોંગ સાઇડમા ધસી આવેલા છોટા હાથીનાં ચાલકે સ્કુટર અને રીક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનાર છોટા હાથીનાં ચાલકે દારુનાં નશામા સ્કુટર અને રીક્ષાને ઉલાળતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. પોલીસે આ અંગે નોંધ કરી અકસ્માત સર્જનાર છોટા હાથીનાં ચાલક વિરુધ્ધ કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.