રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મિશ્ર ઋતુને લીધે ગાલપચોળિયાના કેસમાં ઉછાળો ચિંતાજનક

05:12 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ રોગચાળા સાથે ગાલ પચોળિયાના કેસમાં સતત ઉછાળાથી શહેરીજનોમાં ચિંતા ફેલાઈ છે. બીજી બાજુ તબીબી આલમનું કહેવું છે કે આ રોગચાળા બાબતે દર્દીની બેદરકારી ગંભીર પરિણામો જન્માવી શકે.

Advertisement

છેલ્લા બે-ત્રણ મહિનાથી શહેરમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેક્શન રોગો સાથે ગાલ પચોળિયાના દર્દીઓ બહાર આવી રહ્યા છે.
તબીબો કહે છે કે શહેરોમાં 150 જેટલા પિડિયાટ્રીશન તબીબો છે આ પૈકી 100 તબીબો પાસે જતાં દર્દીઓમાં ગાલ પચોળિયાના ઓછામાં ઓછા ત્રણ દર્દી ગણીએ તો સરેરાશ 300 જેટલા કેસ રોજ સારવાર માટે આવતા હોવાનું કહેવું ઉચિત છે.

ગાલપચોળિયાના દર્દીઓ બાબતે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાધેશ્યામ ત્રિવેદીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે, મિશ્ર ઋુતુને લીધે વાયરલ રોગચાળા સાથે ગાલ પચોળિયાના દર્દીઓ બહાર આવવા લાગ્યા છે.આ રોગચાળા પરત્વે બેદરકારી દાખવવાને બદલે સમયસરની સારવાર લેવાથી દર્દમાં રાહત મેળવી શકાય છે.આ રોગચાળા પરત્વે બેદરકારી દાખવવાને બદલે સમયસરની સારવાર લેવાથી દર્દમાં રાહત મેળવી શકાય છે.

શહેરના અન્ય એક તબીબ ડો. સુનિલ કથિરિયાએ ગુજરાત મિરર સાથેની વાતચીત દરમિયાન જણાવેલ કે, અગાઉ ગામ્ય વિસ્તારોમાં ગાલપચોળિયાનું પ્રમાણ વધુ જોવા મળતુ હતું આરોગ ચેપી છે બાળકોને જલ્દી ચેપ લાગે જવાથી શક્યતા નકારી શકાતી નથી અગાઉ સફેદ મારી ગાલે લગાડી ગાલ પચોળિયા મટાડી દેવાના પણ હવે પ્રવર્તમાન યુગમાં દેશી ઓસડિયાને બદલે ઉચિત રસી, દવા, ડોઝ લઈ લેવા હિતાવહ છે.

બાળપણમાં જ રસી મુકાવી જોઈએ
શહેરના નિષ્ણાંત પિડિયાટ્રીક્સ તબીબોનું કહેવું છે કે, ઓરી, અછબડા, ગાલપચોળિયા જેવા રોગોની રસી બાળપણમાં જ મુકી દેવાય છે. જેમાં ખાસ કરીને પ3થમ રસી દોઢથી બે વર્ષના બાળકને અને પછી 4.5થી 8 વર્ષના બાળકને બુસ્ટર ડોઝથી આવા રોગ સામે રક્ષય આપી શકાય.

બેદરકારી ભારે પડી શકે
નિષ્ણાંત તબીબો કહે છે કે ગાલ પચોળિયા થાય ત્યારે તાત્કાલીક તબીબી સારવાર હિતાવહ છે. અન્યના મગજ ઉપર અને સ્વાદપીંડુ ઉપર સોજો આવી જવાથી તકલીફ દર્દનો સામનો કરવો પડે છે. ત્યારે જરૂરી રસી લેવા દર્દીએ સજાગતા દાખવી જોઈએ.

Tags :
gujaratgujarat newsHealthMumpsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement