For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંજકામાં પૈસાની લેતીદેતીમાં રિક્ષાચાલક આધેડે ફિનાઇલ પીધું

04:21 PM Mar 08, 2024 IST | Bhumika
મુંજકામાં પૈસાની લેતીદેતીમાં રિક્ષાચાલક આધેડે ફિનાઇલ પીધું

શહેરમાં આવેલા મુંજકા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક આધેડે પૈસાની લેતી દેતીમાં ચૌધરી હાઈસ્કૂલ નજીક ફીનાઇલ પી લીધું હતું. આધેડની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુંજકા ગામે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હકાભાઇ નાગદાનભાઈ બોરીચા નામના 52 વર્ષના આધેડ ત્રણેક વાગ્યાના અરસામાં ચૌધરી હાઇસ્કુલ ચોક નજીક જૈન દેરાસરની બાજુમાં હતા ત્યારે ફિનાઈલ પી લીધું હતું હકાભાઇ બોરીચાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં હકાભાઈ બોરીચા તેના મિત્રની પૈસાની લેતી દેતીમાં વચ્ચે રહ્યા હતા જે મિત્રની પૈસાની લેતી દેતીમાં ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ ઉપરાંત અને બીજા બનાવમાં સંત કબીર રોડ ઉપર આવેલા ગોકુલનગરમાં રહેતા રમેશભાઈ ત્રીકમગીરી કચ્છીભાનુશાળી નામના 55 વર્ષના આધેડ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં સંત કબીર રોડ ઉપર આવેલા હિંગળાજ માતાજીના મંદિર વાળી શેરીમાં હતા. ત્યારે ગોપાલભાઈ કટારીયાએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. આધેડને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement