ગોંડલ યુનિયન બેન્કના નિવૃત્ત કર્મચારી સાથે રૂપિયા 4.91 લાખની ઠગાઇ
ગઠિયાએ બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવાનો ડર બતાવી લિંક મોકલી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા
ગોંડલમાં રહેતા યુનિયન બેન્કના નિવૃત કર્મચારીને એકાઉન્ટ બંધ થઇ જવાનો ડર બતાવી સાયબર ગઠીયાએ લીંક મોકલી એપ્લીકેશન ધરાર ડાઉનલોડ કરાવી બેન્કના નિવૃત કર્મચારી અને તેમના પત્નીના એકાઉન્ટમાંથી રૂા.4.91 લાખ ટ્રાન્ફર કરી છેતરપીંડી કરતા આ મામલે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, ગોંડલ અક્ષરધામ સોસાયટી શેરી નં.5 બ્લકો નં.61જીમાં રહેતા અને ગોંડલની યુુનિયન બેંકના નિવૃત કર્મચારી વિનોદભાઇ મોહનભાઇ ગુજરાતી (ઉ.વ.62) સાથે થયેલી છેતરપીંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોય. જેમાં જણાવ્યા મુજબ તેમના મોબાઇલ નંબર ઉપર અજાણ્યા મોબાઇલમાંથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો.
જેમાં તમારા બેન્કની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ઇન્સ્ટોલ કરવાનું જણાવ્યું હતું અન્યથા તમારું યુનિયન બેન્કનું એકાઉન્ટ બંધ થઇ જશે તેમ મેસેજ આવ્યો હતો. વિનોદભાઇએ વોટ્સએપમાં આવેલી યુનિયન બેન્કની એપ્લિકેશનની લીંક ખુલ્લી હતી અને થોડી બાદ તેમના તથા તેમની પત્નીના એકાઉન્ટમાંથી અલગ-અલગ રૂપિયા 4.91 લાખ ટ્રાન્ફર થયાનો મેસેજ આવ્યો હતો. જે બાબતે તેમણે યુનિયન બેન્કનો સંર્પક કરતા આવી કોઇ લીંક બેન્ક મોકલતી નહીં હોવાનુ જણાવ્યું હતું. જેથી તેમણે આ અંગે સાયબર ક્રાઇણ હેલ્પલાઇનમાં ફરિયાદ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
તપાસમાં જાણવા મળ્યું કે, આ ગઠીયાએ વિનોદભાઇ અને તેમના પત્ની ગીતાબેનના એકાઉન્ટમાંથી કોટક, એચડીએફસી, જમ્મુ-કાશ્મીર અને કેનેરા બેન્કમાં રક્મ ટ્રાન્ફર કરાવી હોવાનું ખુલ્યું હતું. આ મામલે ગોંડલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બેન્કના નિવૃત કર્મચારીને આ ગઠીયાએ શીકાર બનાવ્યા હોય જે બબાતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. છેતરપીડી કરતી ટોળકી અવનવા કીમિયા અજમાવી સરકારી અને બેન્કના કર્મચારીઓને પણ નીશાન બનાવે છે.