For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાની સામાન્ય સભામાં નવી પાંચ ટીપી સ્કીમને લગતો ઠરાવ રજૂ

12:22 PM Aug 21, 2024 IST | admin
મનપાની સામાન્ય સભામાં નવી પાંચ ટીપી સ્કીમને લગતો ઠરાવ રજૂ

વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો કે ઢોરનાં ડબ્બામાં ઢોર ટપોટપ મરી રહ્યા છે : ડોક્ટર અને ઘાસચારાની શું વ્યવસ્થા છે? તથા મરેલ ઢોરનાં હાડકાંનું વેચાણ થઇ રહ્યું છે

Advertisement

જામનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસ અને નાગરિકોના હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. સભામાં મુખ્યત્વે શહેરની પાંચ ટીપી સ્કીમને લગતા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ટીપી સ્કીમ નંબર 11 અને 20ને સરકારમાં પરામર્શ માટે મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ટીપી સ્કીમ નંબર 25, 26 અને 27 માટે નવો મુસદ્દો જાહેર કરવાની પ્રક્રિયા શરૂૂ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ સ્કીમોને લઈને જાહેર જનતા પાસેથી વાંધા-સુચનો મંગાવવામાં આવશે અને ત્યારબાદ આખરી મંજૂરી માટે સરકારને મોકલવામાં આવશે.

સભામાં શહેરમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાનો નિર્ણય પણ લેવાયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ આ વિંગમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે અને તેઓ ફાયર એનઓસી સહિતની કામગીરી સંભાળશે.

Advertisement

જામનગર મહાનગરપાલિકા ની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસર્યા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી. ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા ,મ્યુનિ કમિશનર ડી એન મોદી, ઉપરાંત કોર્પોરેટરો અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
તારીખ 15 જુલાઈથી 31 જુલાઈ સુધી સો ટકા વ્યાજ માંફી ની સ્કીમ ની અમલવારી કરવામાં આવી હતી જેને આજે સામાન્ય સભા એ સર્વાનુમતે મંજૂરી આપી હતી.

ટી પી સ્કીમ નંબર 25,26 અને 27 માટે ફરીથી ઇરાદો જાહેર કરી પ્રક્રિયા કરવા ની સરકાર ની સૂચના મુજબ આજે સામાન્ય સભામાં આ ત્રણેય ટીપી સ્કીમ નો ઇરાદો જાહેર કરવાની દરખાસ્ત ને આજે સામન્ય સભા મા મંજૂરી આપવામાં આવી હતી. હવે આ ટીબી સ્કીમો ની વિગત ગેજેટ મા પ્રસિદ્ધ થયા પછી વાંધા સુચનો માંગવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ દરખાસ્ત મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવશે.

જ્યારે ટીપી સ્કીમ નંબર 11 અને 20 ને પરામર્શ માટે ની દરખાસ્ત ને સામાન્ય સભાએ મંજૂરી આપી હતી. હવે આ દરખાસ્ત આખરી મંજૂરી માટે સરકાર સમક્ષ મોકલવામાં આવશે.આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી હતી. જેમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ ફાયર પ્રિવેન્શન વિંગ ની રચના કરવા માટે સામાન્ય સભા માં ઠરાવ કરાયો હતો. હવે સરકાર ની સૂચના મુજબ આ ફાયર પ્રિવેન્સં વિગ માં અધિકારી ઓ ની નિમણૂક થશે અને તેઓ દ્વારા ફાયર એનઓસી સહિત ની કામગીરી કરવામાં આવશે. આ પછી પ્રશ્નોત્તરી યોજાઈ હતી જેમાં ભાગ લેતા વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ઢોર નાં ડબ્બા મા ઢોર ટપોટપ મરી રહ્યા છે.ડોક્ટર ની ઘાસચારા ની સુ વ્યવસ્થા છે.? તથા મરેલ ઢોર નાં હાડકા નું વેચાણ થઇ રહ્યું છે.

જેના જવાબ મા જણાવાયું હતું કે ચાર ડોક્ટર છે.37 સફાઈ કામદાર છે., તમામ ઢોર ને પૂરતો ઘાસચારો આપવામાં આવે છે.અને હાડકા નું વેચાણ થતું નથી.તો વિપક્ષી કોર્પોરેટર જેનબબેન ખફી એ રણમલ તળાવ પાર્ટ -2 નું બુરાણ થતું હોવા નો પ્રશ્ન ઉઠાવો હતો જેને જવાબ મા જણાવાયું હતું કે તળાવ બુરવા મા આવતું નથી ઉલ્ટા નું પાણી ની સંગ્રહ શકતી વધે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જ્યારે આનંદ રાઠોડ એ સેટઅપ નો પ્રશ્ન ઉઠાવ્યો હતો.જેનો સબંધિત અધિકારી દ્વારા જવાબ અપાયો હતો. સભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ ઢોરની સારસંભાળ, રણમલ તળાવની જાળવણી અને સેટઅપને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement