રાજકોટમાં અડધો કલાકમાં પોણોથી સવા ઈંચ વરસાદ
05:09 PM Sep 05, 2024 IST | Bhumika
Advertisement
રાજકોટ શહેરમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયા બાદ ગઈકાલે ઝાપટા વરસ્યા હતા આજે સવારે તડકો નિકળ્યા બાદ બપોરે અઢી વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ શરૂ થતાં ફક્ત અડધા કલાકમાં પોણાથી સવા ઈંચ જેટલુ પાણી વરસી ગયું હતું. જેમાં સૌથી વધુ સેન્ટ્રલઝોનમાં 1। ઈંચ, વેસ્ટઝોનમાં 0॥। ઈંચ, ઈસ્ટઝોનમાં 1। ઈંચ સુધીનો વરસાદ વરસી જતાં સિઝનનો કુલ વરસાદ 45 ઈંચને પાર થઈ ગયો છે. આ લખાય છે ત્યારે બપોરે ત્રણ વાગ્યે પણ આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાયેલા છે અને વરસાદ ધોધમાર ચાલુ રહ્યો છે.
Advertisement
Advertisement