ગોંડલમાં વાવાઝોડા સાથે તોફાની પોણો ઈંચ
અનેક વિસ્તારોમાં વૃક્ષોનો સોથ બોલી ગયો, વીજ વાયર તૂટતા શહેરમાં અંધારપટ છવાયો
સૌરાષ્ટ્રમાં ગઈકાલે બપોર બાદ મીનીવાવાઝોડા સાથે વરસેલા વરસાદે ભારે તારાજી વેરી હતી. જેમાં ગોંડલ માં દિવસભર નાં અસહ્ય બફારા બાદ સાંજે પાંચ કલાકે વાતાવરણ પલટાયુ હતુ.મીની વાવાઝોડા સાથે ભારે પવન ફુંકાયો હતો અને તોફાની વરસાદ ત્રાટકતા માત્ર દશ મીનીટ માં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.તાલુકાનાં વેજાગામે વિજળી પડતા પ્રૌઢનું મોત નિપજ્યુ હતુ.
ગોંડલ માં મીની વાવાઝોડાનાં કારણે તુલસીબાગ,મહાદેવવાડી, મહીલાકોલેજ,પેલેસ રોડ સહિત અન્ય વિસ્તારોમાંમાં તોતીંગ વૃક્ષો ધરાશય થયા હતા.સિવિલ હોસ્પીટલ પાસે વિજ થાંભલો પડી ગયો હતો.અનેક જગ્યાએ વિજ વાયર તુટતા વિજ પુરવઠો ખોરવાતા શહેર માં અંધકાર પટ છવાયો હતો. મોડી રાત સુધી શહેર નાં કેટલાક વિસ્તાર માં વિજપુરવઠો ખોરવાયેલો રહયો હતો. વાવાઝોડા અને વરસાદ ને કારણે નગરપાલિકા તથા પીજીવીસીએલ તંત્ર ને દોડાદોડી થઈ પડી હતી.વરસાદ વસસતા રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા.તાલુકા નાં વેજાગામ ની સીમમાં વાડી માં કામ કરી રહેલા મુળ રાજસ્થાન નાં શંકરસિંહ હજારીસિંહ ચૌધરી ઉ.48 નું વિજળી પડતા મોત નિપજ્યુ હતુ.
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે કરેલ આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમને લઈને જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પણ સવારથી જ અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સાંજના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે યાત્રાધામ વિરપુરમાં સાંજના સમયે જ વીજળી ગુલ થઈ ગઈ હતી, વીરપુરના અનેક વિસ્તારોમાં વીજ વાયરો વૃક્ષઓ કે વૃક્ષઓની ડાળીઓ સાથે અડકે છે જેનમે લઈને માત્ર થોડા વરસાદમાં પણ વારંવાર યાત્રાધામમાં વીજળી ગુલ થઈ જાય છે, ત્યારે રાત્રીના સમયે એક વીજપોલ પર સળગતા વીજ તણખલાનો વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો હતો,જેમને લઈને કમોસમી વરસાદે પીજીવીસીએલની કામગીરીની પોલ ખોલી નાખી હતી, અને વિજપોલ પાસેથી પસાર થતા લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.
વેજાગામે વીજળી પડતા પ્રૌઢનું અને વાદીપરામાં 10 ઘેટાના મોત
ગઈકાલે ભારે વરસાદ સાથે વીજળી પડવાની અસંખ્ય ઘટનાઓ ઘટતા ગોંડલના વેજાગામે વીજળી પડતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. જ્યારે કોટડાસાંગાણી ના વાદીપરા ગામની સીમમાં વીજળી પડતાં 10 ધેટાંના મુત્યુ પામેલ અને ટીસી ઉપર વીજ પડેલ અને વાદીપરા ગામમાં અને સીમમાં વીજળી પુરવઠો ખોવાઈ ગયેલપંથકના સવારથી ગરમી અને ઉકરટ ભારે તપમાનથી ઉકરાટ મા સાંજ ના સમયે પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો અને ગરમીમાં રાહત થયેલ હતી.