For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારખાનામાંથી નીમકોટેડ યુરિયાનો જથ્થો ઝડપાયો

01:16 PM Mar 19, 2024 IST | Bhumika
કારખાનામાંથી નીમકોટેડ યુરિયાનો જથ્થો ઝડપાયો
  • નાયબ ખેતી નિયામકે દરોડો પાડતા 31 બાચકાં મળ્યા, કારખાનેદાર પિતા-પુત્ર સામે ફરિયાદ

હવે જામનગરમાં પણ ખાતરનો ઉદ્યોગમાં ગેરકાયદેસર ઉપયોગ બહાર આવતાં એક પિતાપુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. રાસાયણિક ખાતર એક મોંઘી અને અગત્યની જણસ છે. ખેતી માટેના વિવિધ પ્રકારના ખાતર ગેરકાયદેસર રીતોથી ઔદ્યોગિક વપરાશ માટે ઉદ્યોગનગરોમાં પગ કરી જતાં હતાં, જેને પરિણામે ખાતરની અછત મામલે ખેડૂતોમાં ભારે ઉહાપોહ મચી જતો, સરકારે ખાતરનો આ ગેરકાયદેસર વપરાશ અટકાવવા આજથી કેટલાંક વર્ષો પહેલાં રાસાયણિક ખાતરના ઉત્પાદનના તબક્કે જ ખાતરને નીમ કોટેડ બનાવવાનું શરૂૂ કર્યુ. પરંતુ આમ છતાં ખાતરના ગેરકાયદેસર વપરાશ અને અછતને નિવારી શકવામાં સફળતા મળતી નથી, કેમ કે આજે પણ ખેતી માટેનું ખાતર મોટાં પ્રમાણમાં ઉદ્યોગોમાં પગ કરી જાય જ છે, રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં આ દૂષણ અને કૌભાંડ ચાલતાં રહે છે. હવે જામનગરમાં પણ આવી એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

Advertisement

જામનગરના લાલ બંગલા સંકુલમાં આવેલાં સેવા સદન-2 માં કાર્યરત નાયબ ખેતી નિયામક કચેરીના ડી.એમ.પાનસુરીયાએ જામનગરના જ બે શખ્સો (પિતાપુત્ર) વિરુદ્ધ ખાતર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલલાખાબાવળ (નાઘેડી ઈન્ડસ્ટ્રીયલ એરિયા)માં કેનાલ રોડ પર લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામનું એક ઔદ્યોગિક એકમ આવેલું છે. આ ઔદ્યોગિક એકમમાં રહેલું ખાતર ઓપન માર્કેટનું નથી પરંતુ સરકારી કવોટાનું એટલે કે નીમ કોટેડ છે એવી આ શંકાઓના આધારે કોઈએ સરકારી વિભાગને જાણ કરતાં, આ ખેતી નિયામક કચેરીએ લેખિત રજૂઆતના આધારે તપાસ કરી ત્યારે આ ખાતરના 31 બાચકાં મળી આવ્યા હતા.

ત્યારબાદ કચેરીએ આ ઔદ્યોગિક એકમમાં રહેલાં આ રાસાયણિક ખાતરના બાચકામાંથી નમૂનાઓ લીધાં. આ નમૂનાઓ પરીક્ષણ માટે જૂનાગઢ ખાતે આવેલી સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. જયાંથી એવો રિપોર્ટ આવ્યો કે, આ નમૂનાઓમાં નીમ કોટેડ ખાતર ટ્રેસ થાય છે. રિપોર્ટ પરથી સાબિત થયું કે, ખાતરનો આ જથ્થો સરકારી કવોટાના નીમ કોટેડ ખાતરનો છે, જે માત્ર ખેડૂત જ વપરાશમાં લઈ શકે. તેને બદલે આ આરોપી પિતાપુત્ર તેનો ઔદ્યોગિક વપરાશ કરતાં હતાં. આ મામલે ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ રિપોર્ટ અને લેખિત રજૂઆતના આધારે ખેતી નિયામક કચેરીના ડી.એમ.પાનસુરીયાએ જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં વસવાટ કરતાં, લક્ષ્મી એન્ટરપ્રાઈઝ ચલાવતાં પિતાપુત્ર દેવજી હીરજીભાઈ મંગે (63) અને દિપેશ દેવજી મંગે (35) વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદ ખાતર નિયંત્રણ હુકમ 1985ના ખંડ 25(1)ની જોગવાઈના ભંગ બદલ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 ના ભંગ બદલ તથા તે જ કાયદાની કલમ 7(1)(અ),(2) મુજબ દાખલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષના ચોક્કસ સમયે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસાયણિક ખાતરની અછતની રાડ ઉઠતી હોય છે, ખાતર ડેપો પર દિવસો સુધી ખેડૂતોની કતારો રહેતી હોય છે, વિતરણમાં અનિયમિતતાઓ અને ગેરરીતિઓની ફરિયાદો ઉઠતી હોય છે, ખેડૂતોએ દેખાવો કરવા પડતાં હોય છે, આવેદનપત્રો અપાતાં હોય છે, આંદોલન થતાં હોય છે,અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ પ્રકરણમાં સરકારી કચેરીએ સેમ્પલ રિપોર્ટ બાદ આ આરોપી પિતાપુત્રને નોટિસ ફટકારી આ ઔદ્યોગિક એકમમાં ખાતરનો જથ્થો સીઝ કરવા કાર્યવાહીઓ કરી ત્યારે, આ ફેકટરીમાં ખાતરનો જથ્થો નીલ હતો એટલે હવે લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામના આ ઔદ્યોગિક એકમના ખરીદ વેચાણ બિલોના આધારે સમગ્ર પ્રકરણની તપાસ પોલીસ દ્વારા થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement