ટ્રકમાં મકાઈના કોથળાની આડમાં રાખેલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
ભાવનગર નજીક આવેલ ઘોઘા ગામ નજીક મકાઈ ભરેલા કોથળાની આડમાં વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટ્રક સાથે ભાવનગરના રૂૂવાપરી રોડ વિસ્તારમાં રહેતા ટ્રક ચાલકની ધરપકડ કરી એલ.સી.બી.એ કુલ રૂૂ.10.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલ.સી.બી. પોલીસ સ્ટાફ ઘોઘા નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઘોઘાથી ભાવનગર તરફ જવાના રોડ પર આવેલ કુડા ગામ જવાના રસ્તામાં વળાંક પાસે વોચમાં રહી આ સ્થળેથી પસાર થઈ રહેલ અશોક લેલેન્ડ કંપનીના ટ્રક નં.જી.જે.27-ટીડી-2454 ને અટકાવીને ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર ભરેલ મકાઈના કોથળાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની મોટી 129 બોટલ તેમજ બિયરના ટીન નંગ -72, કિંમત રૂૂ.66,130/- મળી આવ્યા હતા. એલસીબી પોલીસે વિદેશી દારૂૂનો જથ્થો, બિયરના ટીન તેમજ ટ્રક મળી કુલ રૂૂ. 10,66,130/- ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઇ ગોહિલ ( રહે. મફતનગર, સ્ટીલ કાસ્ટ કંપની પાસે, રુવાપરી રોડ, ભાવનગર ) ની ધરપકડ કરી તેની વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.