જુવેનાઇલ ડાયાબિટીસથી પીડાતા બાળકો માટે ‘જાગૃતિથી સશક્તિકરણ તરફ’ કાર્યક્રમ યોજાયો
- નિષ્ણાત એન્ડોક્રાઇનોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ દ્વારા ટાઈપ વન ડાયાબિટીસમાં કિડનીની સંભાળ અંગે વિનામૂલ્યે માહિતી પ્રદાન કરાઈ
- JDF પીડા રૂૂપી તમસને દૂર કરી બાળકોના જીવનમાં હૂંફની તેજસ્વીતા બક્ષે છે: શ્રી અપુલભાઈ દોશી
- JDF ના બાળકો એ ઈશ્વરની પ્રેરણા અને પ્રસાદ છે: શ્રી કમલનયનભાઈ સોજીત્રા
બાળવયે થતા ડાયાબિટિસને જુવેનાઇલ ડાયાબિટિસ એટલે કે જન્મજાત ડાયાબિટિસ કહેવાય છે.ત્યારે રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતાં બાળકો અને તેના પરિવાર માટે કાર્યરત જુવેનાઇલ ડાયાબિટી ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્રભરના ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતાં બાળકો માટે તા.10/03/2023ના રોજ રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે જાગૃતિથી સશક્તિકરણ તરફ ટાઈપ-1 ડાયાબિટીસમાં કિડનીની સંભાળ વિષયક જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. બાળકોમાં થતા ડાયાબિટીસને યોગ્ય રીતે મેનેજ કરવા સતત અવેરનેસ તથા એજયુકેશનની આવશ્યકતા રહે છે. તેના ભાગરૂૂપે અને વર્લ્ડ કિડની ડે39 ના સંસ્મરણરૂૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાંત એન્ડોક્રાઇનોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ દ્વારા ટાઈપ વન ડાયાબિટીઝ અંગે વિનામૂલ્યે માહિતી, માર્ગદર્શન અને જાગૃતિ પ્રદાન કરવામાં આવી હતી. અને ટાઇપવન બાળકો તથા તેમના પરિવારજનોને જીવનમાં હિંમત રૂૂપી હૂંફ પ્રદાન કરતું વકતવ્ય રજૂ કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, હું જીડીએફ સંસ્થાની સેવાનો સાક્ષી છું. તેમનું કાર્ય બિરદાવવા લાયક છે. ગુજરાત સરકાર જીડીએફને તમામ પ્રકારે મદદ કરવા પ્રતિબદ્ધ છે. રોગનો સામનો કરતા બાળકો કે તેના પરિવારજનો એકલા નથી પરંતુ તેની પડખે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના સભ્યો હંમેશાં સાથે છે.ટાઈપ વન ડાયાબિટીસથી પીડિતા દર્દીઓને સહાયરૂૂપ થવા સરકાર સતત તત્પર છે.
આ તકે રાજકોટના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને મોટીવેશનલ સ્પીકર કમલનયનભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ જીવએ શિવનો અંશ છે. આપણા બાળકની ઉપણને ધ્યાને લેવા કરતા તેમની સ્કીલને ડેવલપ કરવામાં આવે તો બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય. નિક જોનસ, પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર જેવા સેલિબ્રિટીને પણ ટાઈપ વન ડાયાબિટીસ છે પણ તેમણે પોતાના રોગને નહિ પોતાની ક્ષમતા પર કામ કર્યું અને આજે તેઓ સફળતા પામી રહ્યા છે. મને ગર્વ છે કે હું જીડીએફનો સભ્ય બન્યો છું. જીડીએફના બાળકો એ ઈશ્વરની પ્રેરણા અને પ્રસાદ છે. ત્યારે હું અપીલ કરું છું કે તેમના રહેલી ઉણપને દૂર કરવામાં માતા- પિતા તો કાર્ય કરે જ છે. પણ સમાજના મોભીઓને પણ સહભાગી થવા માટે કાર્યરત થવું જોઈએ.
પીડિયાટ્રીક નેફ્રોલોજીસ્ટ ડો.મહિપાલ ખંડેલવાલએ જણાવ્યું હતું કે, કિડનીના રોગ એક જીવનશૈલી, વર્તણૂક અને નબળા ચયાપચય સંબંધિત રોગ છે. વધતું હાઈ બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ સુગર, અન્ય બિન ચેપી રોગો જે અગાઉ એટલા સામાન્ય ન હતા, તે પણ તાજેતરના સમયમાં ઝડપથી વધવા લાગ્યા છે.ડાયાબિટીસને કારણે કિડનીમાં રોગ થવાની સંભાવના છે.
કિડની ફેલ થવાનાં કારણોમાં જંક ફૂડ, તેલમાં તળેલું અને કૃત્રિમ ગળપણ અને ફ્લેવર ધરાવતી કોઈપણ વસ્તુ કિડનીને નુકસાન પહોંચાડે છે.ઘણી વખત એશ/કેલ્ક્સ ધરાવતો ખોરાક પણ કિડનીને નુકસાન પહોંચાડે છે.કિડની બગડતી અટકાવવાના સૂચનો વિશે દરેક વ્યક્તિને માહિતી હોવી જરૂૂરી છે. માટે અહીં ઉપસ્થિત દરેક માતા-પિતાને સલાહ આપવામાં આવે છે કે બાળકને પૌષ્ટિક ખોરાક ખવડાવો, એક કલાક સુધી કસરત કરાવો, યોગ્ય સમયે પાણી અને દવાઓને યોગ્ય રીતે મેનેજ કરો. જેથી બાળકોમાં થતા ટાઈપ વન ડાયાબિટીસથી બચી શકાય.
સમગ્ર આયોજન અંગે જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અપુલભાઈ દોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, જેડીએફ (જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ) પીડા રૂૂપી તમસને દૂર કરી બાળકોના જીવનમાં હૂંફની તેજસ્વીતા બક્ષે છે. આ સંસ્થા છેલ્લા 20 વર્ષથી ટાઇપ વન ડાયાબિટીસ બાળકો અને તેમના વાલીઓ માટે સેવાયજ્ઞ ચલાવી રહ્યું છે. જેમાં 1851 બાળકો અને તેમના પરિવારનો સમાવેશ થાય છે. જેમાં 500થી વધુ બાળકોને નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે. આ સાથે ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત 60 દીકરા-દીકરીઓના લગ્નમાં પણ સહભાગી થયા છીએ.ત્યારે આજે ઉપસ્થિત શ્રેષ્ઠીઓએ બાળકોમાં હૂંફ અને ઉત્સાહનો બુસ્ટર ડોઝ પૂરો પાડ્યો હતો. તથા બાળકોને માનસિક સધિયારો મળે અને નવા જોમ અને જુસ્સા સાથે તેમના સંતાનો બિચારા નહી પણ સમાજના મુખ્ય પ્રવાહમાં આવી હિંમતભેર જીવી શકે એ ઉદેશથી આ કાર્યક્રમનું આયોજન થયુ હતું.
કાર્યક્રમમાં ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતાંથી 700થી વધુ બાળકો તેમના માતા-પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીઓ અપુલભાઈ દોશી અનિશ શાહ, રોહિત કાનાબાર, હરિકૃષ્ણ પંડયા, અમિત દોશી, મિતેષ ગણાત્રા, અજય લાખાણી વગેરે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં આવેલા રાજકોટ તથા સૌરાષ્ટ્રના ડાયાબિટીસ પીડિત દરેક બાળકોને ડાયાબિટીસમાં ઉપયોગી દવા અને સાધન સામગ્રી જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ તથા દરેક બાળકો અને પરિવારના સભ્ય માટે નાસ્તાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. કૌશલ શેઠે અને ડો.ચેતન દવે, ડો.દેવાંગભાઈ ટાંક, જયંતિભાઈ ફળદુ, ડો.વિવેક જોષી,રમેશભાઈ પટેલ, શાંતિભાઈ ફળદુ, નરેન્દ્રભાઈ રામાણી, ભાવેશભાઈ તળાવીયા, ડો.નયન પી. જાની, ડો. રાધેશ્યામ ત્રિવેદી,નાનુભાઈ મકવાણા, અરૂૂણભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પાંચાણી, કિરીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ રાઠોડ, ડો. પ્રદિપ કણસાગરા, પૃથ્વીરાજસિંહ બી. જાડેજા, ડો.પ્રફુલ કામાણી, વિક્રમભાઈ પૂજારા, ડો.ભરત રામાનુજ, માધવભાઈ દવે,કમલેશભાઈ જોષીપુરા,અંજનીકુમાર સિંગલ, નિરેનભાઈ જાની, અજયભાઈ વખારીયા, નરેશભાઈ માનસેતા, દિનેશભાઈ પંડયા, ડો.સ્મિતાબેન જોષી, ભાવનાબેન જોશીપુરા, ડો.શુક્લાબેન રાવલ, મુકેશભાઈ દોશી, ડો.રવિ ધાનાણી જયેશભાઈ લોટીયા,ડો. વિશાલ ભટ્ટ,જયેશભાઈ તન્ના,કલ્પકભાઈ ત્રિવેદી, અનીલભાઈ પારેખ, અરૂૂણભાઈ ત્રિવેદી, ધીરેન્દ્રભાઈ કાનાબાર, કિશોરભાઈ રાઠોડ, સેતુરભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો.