દેહગામમાં સોની વેપારીના આપઘાતના બનાવમાં આવતીકાલે ગૃહમંત્રી-કલેક્ટરને રજૂઆત કરાશે
દેહગામના ગોપાલભાઈ શામજીભાઈ સોનીએ વિધર્મીઓના ત્રાસથી પ્રભાવિત થઈને આપઘાત કરવાનું પગલું ભર્યું. ગોપાલભાઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે કોઈએ ધ્યાન ન આપ્યું, જેના કારણે એ શોકજનક નિર્ણય લીધો હતો.
આ મામલે ગોપાલભાઈની મૃત્યુના કિસ્સામાં દેહગામ ભારત સુવર્ણકાર સેતું તારીખ 09/02ના રોજ મુત્યુ પામનાર ના પરિવાર ને મળશે અને ગાંધીનગરના ગૃહ રાજ્યમંત્રી, એસ.પી. કલેટર તથા અન્ય સ્થાનિક અધિકારીઓને આનો ન્યાયિક પરીણામ મેળવવા માટે મૌખિક અને લેખિત આવેદન આપવામાં આવ્યું છે.
સમાજને આ પ્રકારના દુરાચારો સામે ખૂલ્લા મંચ પર આવવું જરૂૂરી છે. ભારત સુવર્ણકાર સેતુંના અધ્યક્ષ નિલેશ લુંભાણી, દ્વારા દેહગામ, ગાંધીનગર, તેમજ રાજ્ય સ્તરે આ મામલાને ગંભીરતાથી લઈ, કડક સજા માટે આવેદન આપ્યું છે. તેમણે આ ઘટનાની યોગ્ય તપાસ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.