સગર્ભા મહિલાને વરસતા વરસાદમાં પાણીમાંથી બહાર કાઢીને સારવારમાં ખસેડાઇ
જામનગર શહેરનાં નીલકંઠનગર આરોગ્ય કેન્દ્રનાં સબસેન્ટર-2 હેઠળના સગર્ભા બહેન ધર્મિષ્ઠાબેન પ્રમોદભાઈ ખાણધર ઉ.વ.26 ( કુબેર પાર્ક, રણજીતસાગર રોડ) જેમની સંભવિત ડીલીવરીની તારીખ નજીક હોવાથી આરોગ્ય સેન્ટરનાં કર્મચારી મધુબેન છુછર અને રમેશભાઈ પંડયા દ્વારા તેમનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ઘરની આસપાસ ખુબ જ પાણી ભરાઈ ગયેલ છે.
આરોગ્ય કર્મચારી દ્વારા મેડીકલ ઓફીસર ડો. દ્વારકેશ મશરૂ અને આરોગ્ય અધિકારી ડો. હરેશ ગોરીને ધર્મિષ્ઠાબેન પ્રમોદભાઈ ખાણધરને તાત્કાલિક હોસ્પીટલ દાખલ કરવાની જરૂરિયાત અંગે જણાવ્યુ. 108 અમ્બુલન્સ તેમના ઘર સુધી જઈ શકે તેમ ન હોવાથી 108 અમ્બુલન્સને તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત ટીમો જરૂૂરી વાહનો સાથે તાત્કાલિક સગર્ભા બહેનનાં ઘર સુધી પોહચી તેમને સલામત રીતે તેમના ઘરથી રાજકોટ બાયપાસ સુધી પોહાચાડવામાં આવ્યા હતા. ત્યાં ઉભેલી 108 અમ્બુલન્સ દ્વારા સમયસર ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.