મનપાના અધિકારીનો દાવો કરનાર મહિલા સામે પોલીસ ફરિયાદ થશે
ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ મ્યુનિ. કમિશનરે કાર્યવાહી કરવાની સૂચના આપી
મહાનગરપાલિકામાં ઓફિસર હોવાનો દાવો કરી મહાનગરપાલિકાએ મારેલા સીલ ખોલી નાખવા અંગે સંચાલકો સાથે વાતચીત કરી સીનનાખવાના પરાક્રમ કરનાર મહિલાની ઓડિયોક્લીપ વાયરલ થયા બાદ મ્યુનિસિપલ કમિશનરે આ ઓડિયો સાંભળી ઓફિસર હોવાનો દાવો કરનાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ટીપી વિભાગના અધિકારીને સુચના આપી છે. જેથી સંભવત આજે અથવા કાલે આ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાશે તેમ જાણવા મળેલ છે.
શહેરમાં વીડિયો વાયરલ થયેલ જેમાં એક મહિલા દ્વારા પોતે મહાપાલિકાની ઓફિસર હોવાનો દાવો કરી મનપાના નામનો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવું વીડિયોમાં સાબિત થતું હતું. અમિષા વૈદ નામની મહિલાએ એવો દાવો કરેલ કે, પોતે મનપાની અધિકારી છે. અને કમિશનર તેને ફોન કરીને બોલાવે છે. અને ડેપ્યુટીકમિશનર પણ તેમનાથી ડરતા હોય તેમને હાથ જોડી મેસેજ મોકલે છે. આથી રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યા છે. તે ખોલી નાખવા માટે કાર્યવાહી કરી શકશે.
અમુક લોકોએ બારોબાર સીલ ખોલી નાખ્યા છે. તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે. મારે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર સાથે સારા સબંધ હોવાથી તેમજ તેઓ મારુ કહ્યું કરતા હોવાથી સીલ ખોલવાની કામગીરી હું પોતે પણ કરી શકું છું આ રીતે વાતચીત કરી મહાનગરપાલિકાના નામનો ખોટો ઉપયોગ કરનાર અમિષા વૈદ નામની મહિલાનો આ વીડિયો મ્યુનિસિપલ કમિશનરે સાંભળ્યો હતો અને મનપાનો દૂરઉપયોગ કરનાર મહિલા સામે ફરિયાદ કરવા ટીપી વિભાગને આદેશ કર્યો છે.