માર્કેટ યાર્ડમાં જણસીઓનો ઢગલો, 950 વાહનો ઠલવાયા
03:13 PM Nov 01, 2025 IST | admin
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે શનિવારના રોજ 950 થી વધુ વાહનોમાં મગફળી, સોયાબીન, કપાસ, ઘંઉ, ચણા, લસણ, મગ, અળદ અને સફેદ તલની જણસીની મબલક આવક થઈ હતી. આજે મગફળીની 21000 મણ, સોયાબીન 22000 મણ, કપાસ 14,500 મણ, ઘઉં 5200 મણ, ચણાની 700 મણ, લસણની 4500 મણ, મગની 4400 મણ, સફેદ તલની 6000 મણ, અળદની 6300 મણની આવક થવા પામી હતી. જણસીઓ ભરેલા વાહનોને સવારથી લાંબી લાઈનો લાગી હતી. માર્કેટીંગ યાર્ડમાં જણસી ભરેલા વાહનોને ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા વાઈસ ચેરમેન તથા ડિરેકટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
