રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરની બાર્ટન લાઇબે્રરી પાસેથી ચરસના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

11:26 AM Aug 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાવનગર શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે દિવાનપરા રોડ પર આવેલ બાર્ટન લાઇબ્રેરી પાસેથી ચરસના જથ્થાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેર જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ તથા સંગ્રહ સહિતની અસામાજિક બદ્દીઓ કડક હાથે ડામી દેવા માટે પોલીસ તંત્ર એલર્ટ રહે છે અને સતત મોનિટરિંગ પેટ્રોલિંગ સહિતની ફરજો ખડે પગે બજાવે છે ત્યારે ગતરોજ ભાવનગર એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે, દિવાનપરા રોડ પર આવેલ બાર્ટન લાઇબ્રેરી પાસે એક શખ્સ પોતાના ખિસ્સામાં ચરસ રાખી નસેડીઓને વેચાણ કરે છે જે માહિતી આધારે બાતમી વાળા સ્થળે પહોંચી એક શખ્સને અટકમાં લઇ નામ સરનામું પૂછવા સાથે તેની અંગજડતી હાથ ધરી હતી, અટક કરાયેલ શખ્સે પોતાનું નામ મુસ્તાક ઉર્ફે મુસો અબ્દુલ રહેમાન કાઝી (ઉ.વ.45 રહે.કાઝીવાડ વાળો) હોવાનું જણાવેલ અને તેના ખિસ્સામાંથી વિના પાસ પરમીટે ચરસ 112 ગ્રામ મળી આવ્યું ઉપરાંત એક મોબાઇલ પણ મળી આવ્યો હતો, આથી એસઓજીની ટીમે ચરસ મોબાઇલ મળી કુલ રૂપિયા 21,800 નો મુદ્દામાલ કબજે કરી આરોપી મુસ્તાક ઉર્ફે મુસા વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આરોપી મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
bhavnagarbhavnagar newsdrugsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement