લોધિકાના દેવડામાં રાહદારી યુવતીને ક્રેઇનચાલકે કચડી નાખી
રાજકોટ-કાલાવડ હાઈવે પર દેવડા ગામે એમરલેન્ડ રિસોર્ટમાં દોઢ માસ પૂર્વે જ નોકરી કરવા આવેલી મૂળ બંગાળની યુવતી ચાલીને જઈ હતી. તે દરમિયાન પાછળથી આવતી ક્રેઇનના ચાલકે યુવતીને હડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ બંગાળની અને હાલ લોધિકાના દેવડા ગામે આવેલા ધ એમરલેન્ડ કલબમાં નોકરી કરતી નૌસીન ખાતુન મહંમદ મોતાપઅલી નામની 20 વર્ષની યુવતી બપોરના ચારેક વાગ્યાના અરસામાં દેવડાગામની બાજુના રોડ પર ચાલીને જતી હતી. ત્યારે અજાણ્યા ક્રેઈન ચાલકે હડફેટે લેતાં યુવતિને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા ઈજાગ્રસ્ત યુવતિને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં મેટોડા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક નૌસીન ખાતુન દોઢ માસ પૂર્વ જ ધ એમરલેન્ડ કબલમાં નોકરી પર રહી હતી. તેણી સાત ભાઈ-બહેનમાં પાંચમાં નંબર છે. ઘટના અંગે પોલીસે ક્રેન ચાલકની શોધખોળ હાથ ધરી છે.