For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક લાખે એકમા જોવા મળતાં બર્નાર્ડ સોલિયર સિન્ડ્રોમનું દર્દી મળ્યું

04:57 PM Aug 10, 2024 IST | Bhumika
એક લાખે એકમા જોવા મળતાં બર્નાર્ડ સોલિયર સિન્ડ્રોમનું દર્દી મળ્યું
Advertisement

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલી પ્રસુતાને દુર્લભ રોગના લક્ષણ દેખાયા, તબીબોની ટીમે સફળ પ્રસુતિ કરી બચાવી જિંદગી

શહેરની ઝનાના હોસ્પિટલમાં પ્રસુત્તિ માટે દાખલ થયેલ કોડીનારના મહિલા દર્દીના શરીરમાં બર્નાડ સોલિયર સિંડ્રોમ નામના ભયંકર રોગના ચિન્હો જોવા મળ્યા હતા. દર એક લાખ વ્યક્તિમાં એક જ દર્દીમાં જોવા મળતા આ રોગની તાત્ત્કાલિક સારવાર કરી સફળ પ્રસુત્તિ કરાવી મહિલાને ઝનાનાની તબીબી ટીમે નવજીવન લક્ષ્યું હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

કોડીનારના રહેવાસી સગર્ભા બહેનને તેની પ્રથમ પ્રેગનન્સીના ત્રણ માસના ગર્ભાધાન સમયે અન્ય બ્લડ ટેસ્ટ કરતા ઙહફયિંહયતિં ખુબજ ઓછા હોવાનુ માલુમ પડેલ. રીપીટ ટેસ્ટમા પણ ઙહફયિંહયતિં ઓછા જણાતા સગર્ભાને રાજકોટ હીમેટોઓંકોલોજીસ્ટના ઓપીનીયન માટે રીફર કરવામા આવેલ. હીમેટોઓંકોલોજીસ્ટની તપાસ દર્મ્યાન સગર્ભાની માતાને પણ ભુતકાળમા ઙહફયિંહયતિંની બીમારી હોવાનુ માલુમ પડતા સગર્ભા દર્દીના સ્પેસીયલ બ્લડ ટેસ્ટ કરાવવામા આવેલ.

જેમા સગર્ભાને બર્નાર્ડ સોલીયર સીંડ્રોમ નામનો રોગ હોવાનુ નિદાન થયેલ. ત્યારબાદ સગર્ભાનુ નિયમીત રીતે તપાસ રાજ્કોટ સ્થીત હીમેટોઓંકોલોજીસ્ટ અને કોડીનારના ગાયનેકોલોજીસ્ટ દ્વારા સારવાર આપવામા આવેલ. તા. 7/8/24ના રોજ દર્દી ને પુરા મહીના હોય જનાના હોસ્પિટલમા દાખલ કરવામા આવેલ. દર્દીના સગાઓ એ પણ દર્દીની ડીલીવરી જનાના હોસ્પિટલમા કરવા નક્કી કરલ. અત્રે જનાના હોસ્પિટલમા દર્દીને દાખલ કરવાની સાથે જ રુટીન ચેકપ , તમામ બ્લ્ડ તપાસ , સોનોગ્રાફી વગેરે કરવામા આવેલ. હીમેટોઓંકોલોજીસ્ટએ સુચવેલ તમામ સારવાર ચાલુ કરવામા આવેલ. સારવારમા મુખ્યત્વે એસડીપી (જશક્ષલહય ઉજ્ઞક્ષજ્ઞિ ઙહફયિંહયિ)ં ત્રણ યુનીટ આપવામા આવેલા અને જરુર જણાય તો ફેક્ટર સેવનના ઈંજેક્શન પણ તૈયાર રાખવામા આવેલ.

તા 9/8/24ના સવારે સગર્ભાને ડીલીવરીનો દુખાવો થયા નોર્મલ ડીલીવરી માટેની સમગ્ર તૈયારી કરવામા આવી. 9/8/24ના 10.41 વાગ્યે સવારે તંદુરસ્ત પુરુશ બાળકની ડીલીવરી (નોર્મલ) કરવામા આવી. હાલ સગર્ભા દર્દીને ઓબ્સ્ટેટ્રીક આઈસીયુમા સારવારમા રાખેલ છે, તેવોની તથા બાળકની સ્થીતી સારી છે. જન્મેલ બાળકમા ઙહફયિંહયતિં ની તપાસ ચાલુ છે. આમ સમગ્ર હાઈરીસ્ક પ્રસુતાની નોર્મલ ડીલીવરી ની શુલ્ક જનાના હોસ્પિટલમાં કરવામા આવેલ છે. સારવાર દરમિયાન જનાના હોસ્પિટલ ના ડો. કમલ ગોસ્વામી (પ્રાધ્યાપક ), ડો. રેશ્મા કાપડીયા (મદદનીશ પ્રાધ્યાપક), ડો.રોશની પટેલ, ડો. મેધા ગર્ગ, ડો. ભુમી પટેલ, ડો. નંદીતા બિસ્વાસ, ડો. જ્હાનવી વ્યાસ વગેરે ટીમે ખાસ જહેમત ઉઠાવેલ. બર્નાર્ડ સોલીયર સીંડ્રોમ એ એક આનુવંસીક ડીસીજ છે (ઈજ્ઞિંતજ્ઞળફહ છયભયતતશદય ). એક લાખે એક દર્દીમા જોવા મળે છે. જેમા દર્દીમા ઙહફયિંહયતિં ખુબજ ઓછા જોવા મળે છે. જેનુ નિદાન હિસ્ટરી અને સ્પેસીફીક બ્લડ ટેસ્ટસ દ્વારા કરવામા આવે છે. આવા દર્દીઓમા કોઈ કારણોસર બ્લીડીંગ ન થાય તેની તકેદારી રાખવી પડે છે. આ ગંભીર સારવાર પાર પાડનાર તબીબોની જાણકારોમાં સરાહના થઇ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement