જૂનાગઢમાં સિંહના ટોળાંએ 40 પશુને ફાડી ખાતા ફફડાટ
પૂર્વ ધારાસભ્યએ પૂરું વળતર મળે તેવું અધિકારીઓને સૂચન કર્યુ
સિંહ એટલે જંગલનો રાજા. આપણી કહેવતોમાં પણ સિંહ રાજા હોય છે. સૌ કોઈ સિંહનું નામ ભારે ગર્વ સાથેફ લેતા હોય છે. નાના નાના જાનવર ભલે સિંહનું ભોજન બની જતાં હોય છે, ત્યારે જૂનાગઢના ભેંસાણનામાં ગોરવિયાળી ગામે ચાર સિંહોએ 40 પશુઓના શિકાર કર્યો છે.
ભેંસાણના ગોરવિયાળી ગામે ચાર સિંહોએ 40 પશુઓને ફાડી ખાધા છે.ત્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. હર્ષદ રીબડીયાએ માલધારીને પુરૂૂં વળતર મળે તેવું અધિકારીઓને સૂચન પણ કર્યું છે.
ઇતિહાસ, કવિતાઓ અને લોકવાર્તાઓમાં સિંહને અધિપત્યના ગુણ સાથે સરખાવાયો છે. પરંતુ તે જ્યાં સુધી જંગલમાં જ રહે ત્યાં સુધી આપણું હિત સચવાઈ રહે છે. જો તે રહેણાંક વિસ્તારમાં આવી જાય તો પછી તે જંગલની જેમ પોતાનું અધિપત્ય જમાવવાની બાન બતાવે છે અને આમ પશુઓ તેનો શિકાર થતાં હોય છે. આવું જ કહીક ભેંસાણમાં બન્યું છે.