રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હરસિદ્ધિ પાર્કમાં રમતી એક વર્ષની બાળકીનું ભાઈની નજર સામે જ અજાણ્યા વાહનની ઠોકરે મોત

04:27 PM Mar 04, 2024 IST | admin
Advertisement

રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં માંડાડુંગર જુનો મહીકા રોડ ઉપર આવેલા હરસિદ્ધિ પાર્કમાં રહેતા પરિવારના માસુમ બાળકો ઘરની ડેલી બહાર શેરીમાં રમતા હતા ત્યારે ભાઈની નજર સામે જ એક વર્ષની માસુમ બાળકીને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું. માસુમ પુત્રીના મોતથી પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં માંડા ડુંગર જુનો મહિમા રોડ ઉપર આવેલા હરસિદ્ધિ પાર્કમાં રહેતા પરિવારની નિરાલીબેન સંદીપભાઈ ઉર્ફે સાગરભાઇ મેર નામની એક વર્ષની માસુમ બાળકી પોતાના મોટાભાઈ સાથે ઘરની ડેલી બહાર શેરીમાં રમતી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે ભાઈ સાથે રમતી માસુમ બાળકીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતક બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકી એકના એક ભાઈની એકલોતી નાની બહેન હતી અને મોટાભાઈ સાથે રમતી હતી ત્યારે કાળ બનીને ધસી આવેલા વાહન ચાલકે માસુમ બાળકીને કચડી નાખી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ એચ.જે. સોલંકી સહિતના સ્ટાફે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement