રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એક મહિનાની બાળકીને ફીડિંગ વેળાએ દૂધ નાકમાં ચડી જતાં શ્ર્વાસ રૂંધાઈ ગયો

04:45 PM Jul 19, 2024 IST | admin
Advertisement

મવડી પાસે રંગોલી પાર્કનો બનાવ : હોસ્પિટલે ખસેડી પરંતુ જીવ ન બચ્યો

Advertisement

રાજકોટના મવડી વિસ્તારમાં એક ખૂબ જ વિચિત્ર અને આઘાતજનક ઘટના બની છે.અહીં એક માસની બાળકીનું સ્તનપાન બાદ મોત થયું છે.રાત્રીના સમયે માતા બાળકીને સ્તનપાન કરાવતી હતી ત્યારે બાળકીને દૂધ નાકમાં જતા બાળકીનો શ્વાસ રૂૂંધાઇ ગયો હતો અને બાળકીને બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલમાં ખસેડાતા તેણીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

વધુ વિગતો મુજબ,શહેરના મવડી વિસ્તારમાં આવેલી રંગોલી પાર્ક બ્લોક નંબર શેરી.5માં રહેતા કલ્પેશભાઈ વિરાડીયાની એક મહિનાની દીકરી સનવીને તેમના માતા ગઈકાલે સાંજે સાતેક વાગ્યે સ્તનપાન કરાવતા હતા ત્યારે દૂધ બાળકીને નાકમાં ચડી જતા બાળકી બે ઓતરાતી હતી અને થોડીવાર બાદ બાળકી બેભાન થઈ જતા મહિલાએ તુરંત તેમના પતિને સાથે રાખી અહીંની ઝનાના હોસ્પિટલમાં ખસેડી હતી અને ત્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૃતક બાળકીના પિતા મજૂરી કામ કરે છે અને તેણી બે બહેનમાં નાની હતી.જ્યારે તેણીને માતા ફિડિંગ કરાવતી હતી ત્યારે બાળકીને નાકમાં દૂધ જતું રહ્યું હતું અને તેમનો શ્વાસ રૂૂંધાય ગયો હતો અને તેણી ઘરે જ બેહોશ થઈ ગઈ હતી અને તેમનું શરીર પણ ઠંડુ પડી ગયું હતું.બાળકીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.આ અંગે તાલુકા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર અને સ્ટાફે કાગળો કર્યા હતા.લાડકી દીકરીની અંતિમ વિધિ સમયે માતા પિતા અને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

Tags :
gujaratgujarat newsrajkot
Advertisement
Next Article
Advertisement