For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંછિયા પોલીસ મથકમાં પીઆઈની હાજરીમાં PGVCLના નાયબ ઈજનેરને નામચીન શખ્સે તમાચા ઝીકી દીધા

06:23 PM Mar 05, 2025 IST | Bhumika
વીંછિયા પોલીસ મથકમાં પીઆઈની હાજરીમાં pgvclના નાયબ ઈજનેરને નામચીન શખ્સે તમાચા ઝીકી દીધા

Advertisement

વિંછીયા પોલીસ મથકના પીઆઈની હાજરીમાં પીજીવીસીએલનાં નાયબ ઈજનેરને રૂૂપાવટી નામચીન શખ્સે ગાળો આપી તમાચા ઝીંકી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિછીયાના પીઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં બનેલા આ બનાવ બાબતે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવતા પી.આઈ સહિતના સ્ટાફ સામે પગલાં તોળાઈ રહ્યા છે. રૂૂપાવટીના શખ્સે ઘરના વિજ કનેકશનમાંથી ક્ધટ્રકસન વપરાશ માટે લાઈટનો ઉપયોગ કરતાં ચેકિંગમાં તે ગેરરીતિ પકડાઈ જતા પીજીવીસીએલ દ્વારા હેતુફર માટે બિલ ફટકારતાં મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો.

બનાવ અંગે મળતી વિગતો મુજબ વિંછીયામાં સત્યજીત સોસાયટીમાં રહેતાં પીજીવીસીએલનાં નાયબ ઇજનેર ગૌરવભાઇ અશ્વીનભાઈ બોડા (ઉ.વ.30) એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રૂૂપાવટીના હિતેષ લવજી ગાબુનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે પીજીવીસીએલનાં નાયબ ઇજનેર તરીકે છેલ્લા 5 મહીનાથી ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ કચેરી ખાતે ફરજ ઉપર હતાં ત્યારે સાંજના સમયે વાગ્ય વિંછીયા પોલીસ સ્ટેશન સ્ટાફનો ફોન આવ્યો હતો જેમાં હીતેશ લવજી ગાબુએ પીજીવીસીએલ વિરુધ્ધની અરજી આપેલ હોય તેમને નિવેદન માટે બોલાવ્યા હોય તે પોલીસ સ્ટેશને ગયેલ ત્યાં અરજદાર હીતેશ ગાબુ હાજર હતો. નાયબ ઇજનેર ગૌરવભાઇ અશ્વીનભાઈ બોડા અને અરજદાર હિતેષ ગાબુને પીઆઇની ઓફીસમાં બોલાવેલ અને પીઆઈની હાજરીમાં અરજદારને અરજી સબબ વાતચીત કરી હતી.

Advertisement

રૂૂપાવટીના શખ્સે ઘરના વિજ કનેકશનમાંથી બાજુમાં ક્ધટ્રકસન વપરાશ માટે લાઈટનો ઉપયોગ કરતાં પકડાયો હતો. જેથી હેતુફર માટે બિલ ફટકારતાં મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો. પી.જી.વી.સી.એલ દ્વારા નીયમ મુજબ નોટીસ આપ્યાનું જણાવ્યું હોય ત્યારે હિતેષ ગાબુ ઉશ્કેરાયેલ જઈ પીજીવીસીએલનાં નાયબ ઇજનેર ગૌરવભાઇ અશ્વીનભાઈ બોડાને ગાળો દેવા લાગેલ અને કોલર પકડી એક ફડાકો ઝીંકી દિધો હતો. વિછીયાના પીઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં આ બનાવ બન્યો હોય જે અંગે નાયબ ઇજનેર ગૌરવભાઇ અશ્વીનભાઈ બોડાની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ફરજમાં રૂૂકાવટ અંગે ગુનો નોંધી આરોપી હિતેશને ફક્ત નોટીસની બજવણી કરી હતી, આ મામલે જીલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement