શ્રમિક પરિવારના નવ માસના બાળક પર જીપનું ટાયર ફરી વળતાં મૃત્યુ
દરેડ વિસ્તારનો બનાવ, એમપીના પરિવારમાં અરેરાટી
જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક સૈનિક પરિવારનું નવ માસનું બાળક રમતાં રમતાં એક બંધ પડેલા બોલેરો નીચે પહોંચ્યું હતું, જ્યાં બોલેરો ચાલકે એકાએક પોતાનું વાહન ચાલુ કરી દેતાં માસુમ બાળક પર બોલેરોનું વ્હીલ ફરી વળ્યું હતું, અને ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપૂરના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા અને બાંધકામના સ્થળે મજૂરી કામ કરતા રાકેશભાઈ કાલીયાભાઈ નામના આદિવાસી શ્રમિક દરેડ વિસ્તારમાં એક બાંધકામના સ્થળે મજૂરી કામ કરતા હતા, અને તેઓનું નવ માસનું બાળક ખુશાલ કે જે રમતા રમતા એક બંધ પડે લા બોલેરોની નીચે પહોંચ્યો હતો. જે દરમિયાન જી.જે. 10 ટી.એક્સ. 7634 નંબરના બોલેરો ના ચાલકે એકાએક પોતાનું વાહન ચાલુ કરી દેતાં માસુમ બાળક બોલેરો ના ટાયરનીચે ચગદાયું છે, અને ગંભીર ઇજા થઇ હતી.જે બનાવ અંગે 108 ની ટુકડીને જાણ કરાતાં 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને બાળકનો કબજો સંભાળી સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતક ખુશાલના પિતા રાકેશભાઈ આદિવાસીએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં બોલેરો ચારક સામે ફરિયાદ નોંધાવી છે.