ATMમાંથી નાણાં ઉપાડી ઠગાઇનો નવતર નુસખો
કેનેરા બેંકના અઝખમાંથી નાણાં ઉપાડી લીધા બાદ મોનિટર રી-સેટ કરી ટ્રાન્ઝેકશન એરર ઊભી કરી દીધી
સીસીટીવીમાં ભાંડો ફૂટતા હરિયાણાના શખ્સને ઝડપી લેતી પોલીસ
રાજકોટ શહેરમાં બેન્કમાં આવતા સિનિયર સીટીઝન પાસે એટીએમ કાર્ડ બદલી નાણાં ઉપાડી લેતી ગેંગ દ્વારા અગાઉ છેતરપિંડી કરવામાં આવતી હતી.હવે ઠગાઈ કરતી ટોળકી દ્વારા નવા પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે.જેમાં રાજકોટના નાગરીક બેંક ચોક પાસે કેનેરા બેંકની બ્રાન્ચના એટીએમ મશીનમાંથી નાણાં ઉપાડી નાણાં જ્યારે કાઉન્ટ થતા હોય ત્યારે મોનીટર રી સેટ કરી ટ્રાન્ઝેક્શન એરર ઉભી કરી નાણાં મેળવી લીધા બાદમાં બેંકમાં ફરીયાદ કરી રૂૂપીયા પરત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.આ મામલે ભક્તિનગર પોલીસના પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે ગણતરીની કલાકોમાં હરિયાણાના શખ્સને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી હતી.
વધુ વિગતો મુજબ,150 ફૂટ રીંગરોડ પર શીતલ પાર્ક પાસે શ્રી દ્વારકાધીશ હાઈટ્સમાં રહેતાં અક્ષય અવધેશકુમાર આનંદ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સનું નામ આપતાં ભક્તિનગર પોલીસે નવા કાયદાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,તે છેલ્લા એક મહીનાથી નાગરીક બેન્ક ચોક પાસે શ્યામ બીલ્ડીગમાં આવેલ કેનેરા બેન્કની બ્રાન્ચમા મેનેજર તરીકે નોકરી કરે છે.
ગઇ તા.13 ના બેન્કમાં નોકરી પર આવેલ હતાં ત્યારે બેન્કમાં સફાઇ કામ કરનાર સીતેન્દ્ર ડાંગરે વાત કરેલ કે, હુ આપણી બેન્કની બહાર એ.ટી.એમ. મશીન આવેલ છે ત્યા સફાઇ કરવા ગયેલ ત્યારે એ.ટી.એમ. મશીન કામ નથી કરતુ અને તે ખુલ્લેલ છે તેમ વાત કરતા સ્ટાફ સાથે ત્યાં દોડી ગયેલ અને બેંકના એ.ટી.એમ.માં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા જોતા તા.13 ના સવારના સાતેક વાગ્યાની આસપાસ એક માણસ એ.ટી.એમ.માં પ્રવેશ કરી, આજુ-બાજુમાં જોઇ તેના ખીસ્સામાથી એ.ટી.એમ. કાઢી પૈસા ઉપાડવાની પ્રોસેશ કરી ફરીથી આજુ-બાજુમા જોઇ તેના ખસ્સામાથી એક ચાવી જેવુ કાઢી મોનીટર ઉપર ચાવી લગાવી મોનીટ2 ખોલી તેની સ્વીચ બંધ કરી ફરીથી મોનીટર સ્કીન જેમની તેમ ફીટ કરી પૈસા લઇ જતો રહેલનુ જોવામા આવેલ હતુ.
બાદમાં ટેક્નીકલ એન્જીનીયરે જણાવ્યું હતું કે,તે શખ્સે એ.ટી.એમ.નુ મોનીટર ચાવીથી ખોલી ત્યા બાજુમા રી સ્ટાર્ટ કરવાની સ્વીચ આવે છે તે દબાવી એટીએમ રીસ્ટાર્ટ કરેલ અને ઉપાડેલ પૈસા તેને મળી જાય પરંતુ પૈસા ડીસ્પેચની એરર બતાવે છે.બાદમાં ગઈકાલે તેઓ બેંક પર આવતાં ક્લાર્ક વાત કરેલ કે, આપણી બેંકની બહાર એ.ટી.એમ. છે તેની પેનલ ખુલ્લેલી છે તેમ વાત કરતા એ.ટી.એમ.માં ચેક કરતા મોનીટર પેનલ ખુલ્લી હતી. જેથી સીસીટીવી કેમેરા ચેક કરતા તા.13 ના જે માણસ એ.ટી.એમ.ની મોનીટર ખોલેલ જોવામા આવતો હતો તે જ માણસ તા.15 ના એ.ટી.એમ.મા પ્રવેશ કરી અમારી મશીનની મોનીટરની સ્કીન ખોલી તેમા કંઇક કરતો અને થોડીવારમા નીકળી જતો જોવામાં આવેલ હતો. બન્ને દીવસે એક જ શખ્સ એ.ટી.એમ. મા આવી તેમા છેડછાડ કરતો જોવામા આવેલ હતો. ત્યારબાદ જે ટ્રાઝેક્શન કરેલ તે કાર્ડની માહીતી જોતા આ માણસ બન્ને વખતે અલગ અલગ એ.ટી.એમ. કાર્ડનો ઉપયોગ કરેલ હતો.
બાદમાં બપોરના તેઓ બેંક પર હતાં ત્યારે અમારા મેઇલમા ચાર્જબેક પેટ્રેનીગ એ.ટી.એમ. (એ.ટી.એમ.ને લગતી ફરીયાદના નાણા પરત આપવા બાબત) નો મેઇલ આવેલ હતો. જે મેઇલ જોતા ટ્રાઝેકશન તા.11 ના તેઓની બ્રાન્ચના એ.ટી.એમ.માં થયેલ જોવામા આવેલ જેથી તા.11 ના સીસીટીવી કેમેરા ચેક કરતા અગાઉ એટીએમમાં જોવામા આવતો શખ્સ જ તે સમયે આવેલ હતો. સીસીટીવીમાં દેખાતા અજાણ્યાં શખ્સે અલગ અલગ ત્રણ વખત આવી તા.11 ના રૂૂ.9 હજાર, તા.13 ના રૂૂ.9 હજાર અને તા.15 ના રૂૂ.10 હજાર ઉપાડતી વખતે મશીનની ડીસ્પ્લે ખોલી તેમા મશીન રીસેટ કરવાની સ્વીચ ટ્રાઝેકશનમા એરર ઉભી કરવા બંધ કરી બાદ તા.11 ના રૂૂ. 9 હજાર ઉપાડી લીધેલ અને મળી ગયેલ હોવા છતા તે પૈસા ખાતામાંથી કપાય ગયેલ છે પરંતુ તેઓને મળેલ નથી તેવી બેંકમાં ફરીયાદ કરી તેઓની બેંક સાથે છેતરપીડી કરવાનો પ્રયત્ન કરતા ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી એક શખ્સને ગણતરીની કલાકોમાં હરિયાણાના શખ્સને સકંજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી હતી.