સંગઠન સુજન અભિયાન અંતર્ગત શહેર કોંગ્રેસનું નવું માળખું રચાશે
પ્રદેશ સમિતિના નિરીક્ષકો ટૂંક સમયમાં આવશે, કાર્યકરો અને આગેવાનોને માર્ગદર્શન આપશે
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદિપસિંહજી જાડેજાની યાદી મુજબ એઆઈસીસી દ્વારા વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં સંગઠન સુજન અભિયાનની શરૂૂઆત ગુજરાતથી કરવામાં આવી છે અને સફળતાપૂર્વક 21 જૂન 2025 ના રોજ શહેર જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી આજ રીતે દરેક શહેરમાં વોર્ડ પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા સંગઠનની સમીક્ષા અર્થે શહેરમાં સંગઠન સુજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું છે.
જે પગલે રાજકોટ શહેરમાં પણ આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસમાંથી બે નિરીક્ષકો જોડાઈ વોર્ડ દીઠ આગેવાનો તેમજ કાર્યકરો એમ સૌને સાથે પરામર્શ કરશે વોર્ડ પ્રમુખની નિયુક્તિ માટે પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી તારીખ 2 ઓગસ્ટથી 10 ઓગસ્ટ પહેલા તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખો અને વિધાનસભા અને વોર્ડ પ્રભારીઓ સાથે શહેર કોંગ્રેસ સમિતિ ખાતે સાંજે 5:00 કલાકે અગત્યની બેઠક રાખવામાં આવી છે જે બેઠકમાં સર કોંગ્રેસ પ્રમુખ માર્ગદર્શન આપશે.