રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોઠારિયામાં બનશે નવો સાઉથ ઝોન 19 કિલોમીટર વિસ્તારનો સમાવેશ

05:36 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

નવા ઝોનમાં વોર્ડ નં. 15,16,17 અને 18ના વિસ્તારોનો સમાવેશ કરી નવું સેટઅપ ઊભું કરવામાં આવશે

Advertisement

મનપાના ફાઈનલ બજેટમાં શહેરને વધુ એક ચોથો ઝોન આપવાની જાહેરાત કરાવમાં આવી છે. હાલ મહાનગરપાલિકાના પૂર્વ-પશ્ર્ચિમ અને સેન્ટ્રલઝોન કાર્યરત છે. પરંતુ કોઠારિયા વિસ્તારની હદ વધતા વોર્ડનું કદ મોટુ થયું છે તેવી જ રીતે આ વિસ્તારને જોડતા ત્રણ વોર્ડમાં પણ વિસ્તારોમાં વધારો થતાં હાલ 19 કિલોમીટરનો વિસ્તાર થઈ જતાં હવે નવો ઝોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલથી 19 કિલોમીટરના કોઠારિયા વિસ્તારને સાઉથ ઝોન તરીકે ઓળખવામાં આવશે. આ મુદ્દે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, રાજકોટ શહેરમાં નવા ભળેલા ગ્રામ પંચાયતોના વિસ્તારો આજુબાજુના વોર્ડમાં ભળી ગયા છે. તેમજ આ વિસ્તારોને સેન્ટ્રલઝોન અને વેસ્ટઝોન કચેરીઓ નજીકમાં થાય છે. પરંતુ કોઠારિયા વિસ્તાર ઝડપથી આગળ વધી રહ્યો હોય હાલ 19 કિ.મી.માં પથરાયેલા આ વિસ્તારના નાગરિકોને ત્રણેય ઝોનલ ઓફિસ દુર પડતી હોવાથી હવે સાઉથ ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જયમીનભાઈએ વધુમાં જણા

વેલ કે કોઠારિયા વિસ્તારનો વ્યાપ વધતા ચોથો ઝોન બનાવવાનો નિર્ણય લેવાયો છે. આથી આ વિસ્તારના લોકોને ઝોનલવાઈઝ સેવાનો લાભ મળવાપાત્ર છે. વિસ્તારો તેમજ વોર્ડ રચનાનો સમાવેશ કર્યા બાદ અધિકારીઓનું નવું સેટઅપ ઉભુ કરવામાં આવશે જેમાં વોર્ડ ઓફિસ તેમજ ડે. કમિશનર, સીટી ઈજનેર તથા અન્ય વિભાગોને અધિકારીઓ તેમજ કર્મચારીઓનું નવું સેટઅપ ઉભુ કરી નવા સાઉથ ઝોનની કામગીરી સુપ્રત કરવામાં આવશે. જેની અમલવારી 1 એપ્રિલથી શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થઇ ત્યારબાદ શહેરની વસતિમાં ઉત્તરોતર વધારો તથા નવા ભળેલ વિસ્તારો થકી ક્ષેત્રફળમાં તબક્કાવાર વધારો થતો રહ્યો છે. હાલ સેન્ટ્રલ ઝોન, ઇસ્ટ ઝોન તથા વેસ્ટ ઝોન, એમ કુલ ત્રણ ઝોન કાર્યરત છે. સમયની માંગ મુજબ મહાનગરપાલિકાની સેવાઓના વધુ વિકેન્દ્રીકરણ માટે વધુ એક ઝોનનો ઉમેરો કરી નસાઉથ ઝોનથની રચના કરવામાં આવશે, જેમાં હાલનાં વોર્ડ નં.15, 16, 17, 18ના વિસ્તારોનો સમાવેશ કરી, આ વિસ્તારના લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થઇ શકે અને સુખાકારી તથા સુવિધા વધે તે હેતુસર કરવા માટે બજેટમાં રૂૂ.6 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot budgetrajkot news
Advertisement
Next Article
Advertisement