રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં ઝેરી મેલેરિયાનો નવો કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

11:28 AM Oct 17, 2024 IST | admin
Advertisement

ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં તાજેતરમાં વરસી ગયેલા વરસાદ સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેના પરિણામે જિલ્લાના અનેક વિસ્તારમાં રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં હાલ દરરોજ આશરે 700 થી 800 જેટલા દર્દીઓની ઓ.પી.ડી. રહે છે. ત્યારે આ વચ્ચે અહીં ઝેરી મેલેરિયાનો એક કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે.

Advertisement

આ ઉપરાંત હાલ વાયરલ ઇન્ફેક્શનના રોગોમાં તાવ, શરદી, ઉધરસ, માથાના દુ:ખાવા જેવા કેસો વધતાં સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.હાલ રોગચાળાની સ્થિતિમાં સ્વચ્છતા તેમજ પાણી બાબતે સાવચેતી કેળવવા આમ જનતાને સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsKhambhaliyakhambhaliyanewsmalaria
Advertisement
Next Article
Advertisement