સિવિલ હોસ્પિટલમાંથી ન્યુરોસર્જને રાજીનામું આપી દીધું
- ન્યુરોસર્જન ડો.અંકુર પાંચાણીએ અંગત કારણોસર આપ્યું રાજીનામું: સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ત્રિવેદી
- કોઇ મશીનના લીધે રાજીનામું અપાયાની વાતને આધારહિન ગણાવી
શહેરની સિવિલ હોસ્પિટલમાંથી ન્યુરો સર્જન ડો.અંકુર પાંચાણીએ એકાદ મહિના પહેલા ધરી દીધેલા રાજીનામાનો મુદ્દો રહી રહીને ઉખવ્યો છે. આ મુદ્દે તરેહતરેહની ચર્ચાઓએ જોર પકડયા બાદ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ એ વાતનો ફોડ પાડયો છે કે ન્યુરો સર્જનના રાજીનામાં પાછળ અંગત કારણો કારણભૂત છે, નહીં કે કોઇ સાધન-મશીનરી. સમગ્ર મામલો જોઇએ તો શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા, સેવા આપતા ન્યુરો સર્જન ડો.અંકુર પાંચાણીએ એકાદ મહિના પહેલા રાજીનામું આપી દિધુ હતી.
આ રાજીનામાં પાછળ અનેકવિધ ચર્ચાઓએ સિવિલ હોસ્પિટલના વાતાવરણમાં કૃત્રિમ ગરમાવો લાવી દીધાનું કહેવાય છે.ન્યુરો સર્જનનાં રાજીનામા પાછળ જાણકારોમાં ચર્ચાની બિનસત્તાવાર ચર્ચાઓ એવી છેકે, છેલ્લા બે વર્ષથી એક કિંમતી મશીન મંગાવવા છતાં હોસ્પિટલમાં ન આવતાં, કંટાળીને ન્યુરો સર્જન પાંચણીએ રાજીનામું આપી દીધું છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે સમજુ દર્દી આલમમાં એવું પણ સંભળાય છે કે ન્યુરો સર્જન અંકુર પાંચાણીએ વખતોવખત "ગાંઠનું ગોપીચંદન” જેવી કહેવત સાબિત કરવામાં પાછુ વળીને નથી જોયુ તે જગજાહેર છે. ન્યુરો સર્જને મેડિકલ કોલેજમાં બે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સીટ ફાળવવામાં પણ ગજબની જહેમત ઉઠાવી હતી. તે સંબંધિતોએ ન ભૂલવું જોઇએ. છતાં તેમના રાજકારણથી તરેહ-તરેહની ચર્ચાઓ જાગી છે.
રૂા.1 કરોડથી વધુની કિંમતનું મશીન આજની તારીખે પણ કાર્યરત
ન્યુરો સર્જન અંકુર પાંચાણીઅફે એક મશીનની માંગણી કરી અને 2 વર્ષ સુધી ન મંગાવતા, આ વાતથી નારાજ થઇને રાજીનામું આપી દિધાની ચર્ચા છે. આ બાબતે ફોડ પાડતા સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે, ડો.અંકુર પાંચાણીનાં રાજીનામાં પાછળ તેઓના કોઇ અંગત કારણો કારણભૂત છે. મેડિકલ કોલેજ જૂદી જ ઓથોરીટી છે એટલે કોઇ મશીનની માંગણી, મંગાવવુ કે અટકાવવા જેવી વાતમાં તબીબી અધ્યક્ષનો કોઇ રોલ ન હોઇ શકે. એટલુ જ નહીં, રૂા.7થી 8 લાખનું નહીં પણ એક કરોડથી વધુની કિંમતનું મશીન આજની તારીખે પણ મેડિકલ કોલેજનાં કાર્યરત હોવાથી મશીન મંગાવવાનો પ્રશ્ર્ન જ નથી.