રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુંજકા ચોકડી નજીક ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં ઘવાયેલા નેપાળી યુવાનનું મોત

04:30 PM Oct 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટની ભાગોળે મુંજકા ચોકડી પાસે પેટ્રોલપંપ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મૂળ નેપાળનાં યુવાનનું મૃત્યુ નિપજયાનો બનાવ યુનિવર્સિટી પોલીસ ચોપડે નોંધાયો છે.આ મામલે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

વધુ વિગતો મુજબ,રાજકોટમાં સાધુવાસવાની રોડ પર રહેતા મૂળ નેપાળનાં ગોપીનભાઈ બીરે સુનારે ગઈ તા. 12નાં બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે મુંજકા ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક અજાણ્યો વાહનનો ચાલક તેને હડફેટે લઈ ભાગી ગયો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ગોપીનભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયાં ગઈકાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું હતું.

અંગે ગાંધીગ્રામ-2 પોલીસે મૃતકના સગા કોરીયોગ્રાફર પ્રકાશભાઈ પરીયાર (ઉ.વ.38)ની ફરિયાદ પરથી અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.આ અંગે પીએસઆઈ ડી.બી.કારેથા અને સ્ટાફે કાર્યવાહી શરૂૂ કરી છે.

Tags :
accidentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement